________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૩૪૦
मो
|
અને પ્રતિજાગરણા = સેવા કરવી.
ટીકાર્થ : આગંતુક ગીતાર્થ સાધુએ ગ્લાનને નિષ્ક્રિય બનાવી દેવો અર્થાત્ એના તમામ કામ પોતે સંભાળી લેવા. એને કોઈ કામ ન કરવા દેવું. આ ગાથામાં રહેલા સારવળ શબ્દનો અર્થ છે.
અથવા તો એનો અર્થ આ પણ થાય કે આગંતુક સાધુ ગ્લાન સંબંધી ઉપાશ્રયને સાફ કરી લે.
આમ ગ્લાન નિષ્ક્રિય કરાય કે ગ્લાનનો ઉપાશ્રય સાફ કરાય એટલે જોનાર કોઈક પારકો વ્યક્તિ પૃચ્છા કરે કે “આ ગ્લાન તારે કયા સંબંધથી સંબંધવાળો છે ? અર્થાત્ ગ્લાન તારો શું સગો થાય છે ?’
સાધુ જવાબ આપે કે “કયાંક કોઈ રીતે જન્મ્યા છીએ...” (અર્થાત્ અમારા વચ્ચે કોઈ સંબંધ નથી. બે ય જુદા જુદા મૈં સ્થાને જન્મેલા છીએ...)
આ સાંભળ્યા બાદ પુછનાર કહે કે “તમારા ધર્મની સફળતા કહેવાય કે જે ગ્લાન સાધુને તમે પૂર્વે ક્યારેય જોયો પણ નથી, તે ગ્લાનને વિશે પણ જાણે કે એ પરમબંધુ ન હોય ? એ રીતે તમારા વડે સેવા કરાય છે.’
તથા આગંતુક સાધુએ ગ્લાનની શુદ્ધિ કે ગ્લાનની ઉપધિની પ્રક્ષાલના બધા લોકો જુએ, એ રીતે જાહેરમાં કરવી. કેમકે આ રીતે જાહેરમાં પ્રક્ષાલન કરાય એટલે એ બધુ સાક્ષાત જોઈને લોકો આ પ્રમાણે કહે કે “આ સાધુઓ પવિત્ર આચારવાળા છે.” (પણ ગંદા-ગોબરા નથી. બરાબર વસ્ત્રાદિની શુદ્ધિ કરે છે. અથવા ગ્લાનાદિની સેવાદિરૂપ પવિત્ર આચારવાળા છે.) હવે જો એ ગ્લાન અત્યંત વિહ્વળ હોય, અર્થાત અત્યંતપણે દુ:ખથી વ્યાપ્ત હોય તો પછી તેને તેની ઈચ્છા, અપેક્ષા,
지
स्थ
ur
T
स
म
व
ओ
નિ.-૭૪
म
हा
મૈં ॥ ૩૪૦॥
지