________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
#
નિ.-૭૨
ચન્દ્ર. : પ્રશ્ન : આગન્તુક સાધુએ આ રીતે કેટલા કાળ સુધી તે ગ્લાનનું વૈયાવચ્ચ કરવું ?
સમાધાન: ઓઘનિર્યુક્તિ-૭૨ : ગાથાર્થ : (ગ્લાનને) પ્રથમાલિકાયોગ્ય જાણીને પછી બીજો સાધુ અપાયે છતેં આગન્તુક | સાધુ નીકળે. આ જ રીતે અન્ય સાંભોગિકોની પણ વિધી સમજવી. (પણ) અન્ય વસતિમાં (રહેવું) I ૩૩૫ IT
1 ટીકાર્થ : જયાં સુધી એ ગ્લાન પ્રથમાલિકા કરે અને પોતાની પ્રથમલિકા (નવકારશી) જાતે જ લાવવા માટે સમર્થ થાય પ તથા બહાર ઈંડિલ જવા માટે યોગ્ય-સમર્થ થાય ત્યાં સુધી આગંતુક સાધુ રોકાય, પછી આ બે માટે સમર્થ જાણીન પાત જતા. રહે. પણ એ એકલો ન જાય, સ્થાનિક સાધુઓ તેને સહાય તરીકે એક સાધુ આપે, તેની સાથે જાય,
જો સહાયક ન હોય તો પછી એકલો જ જાય. ' આ તો બધી સાંભોગિક સાધુઓને આશ્રયીને વિધિ કહી.
હવે જો ગામમાં અન્યસાંભોગિક સાધુઓ હોય તો ત્યાં પણ આ જ વિધિ કરવાની છે. એ દર્શાવતા ગ્રંથકાર કહે છે કે “આ જ પ્રમાણે અન્ય સાંભોગિક ગ્લાનમાં પણ વિધિ સમજી લેવી. માત્ર એટલો ફર્ક કે અહીં આગંતુક સાધુ સ્થાનિક સાધુઓની સાથે ન રહે. પરંતુ પોતે એકલો, બીજા વસતિમાં રહીને ગ્લાનની વૈયાવચ્ચની વિધિ કરે,
(એક જગ્યાએ અમુક પદાર્થ વર્ણવ્યા બાદ એજ પદાર્થ પાછો અન્યત્ર બતાવવો હોય તો ત્યાં જે કહેવામાં આવે કે “પેલો પદાર્થ અહીં પણ સમજી લેવો”... તો આ અતિદેશ કહેવાય.).
(અહીં સાધુ જુદો એકલો રહે છે. પણ અસાંભોગિકો સાથે નથી રહેતો, કેમકે એકબીજાની સામાચારી જુદી જુદી હોય
all ૩૩૫ ll