________________
શ્રી ઓઘ-યુ
ચન્દ્ર. : તે જતો સાધુ પ્રામાદિમાં હવે પ્રવેશે છે, ત્યાં શું સામાચારી છે ? તેને દેખાડવાનો પ્રારંભ કરાય છે. નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ - ૬૨: ગાથાર્થ પહેલા અને બીજા દ્વારમાં ગ્લાન, ત્રીજામાં સંશ-શ્રાવક, ચોથામાં સાધર્મિક, પાંચમામાં
વસતિ, છઠ્ઠામાં “સંસ્થાનસ્થિત થાય છે તે. / ૩૧૦
ટીકાર્થ : ગામમાં પ્રવેશતા સાધુની જે સામાચારી બતાવવાની છે, એમાં કુલ ૬ દ્વારો છે. પહેલાં દ્વારમાં અને બીજા દ્વારમાં ગ્લાન સંબંધી યતના બતાવવી. ત્રીજા દ્વારમાં શ્રાવકનું વર્ણન કરવું. ચોથામાં સાધર્મિક એટલે કે સાધુ કહેવો. પાંચમાં " દ્વારમાં વસતિ કહેવી. અને છઠ્ઠા દ્વારમાં એમ બતાવવું કે ચોમાસું શરૂ થવાથી વિહારનો પ્રતિઘાત થવાના કારણે સાધુ એક સ્થાને રોકાઈ જાય છે.
* નિ.-૬૨ પ્રશ્ન: ત્રીજા દ્વારમાં છ અર્થાધિકારો બતાવવાના છે. (અર્થાતુ એ દ્વારના છ પેટા દ્વારો પાડી એ દ્વારા એનું વર્ણન કરવાના / છે.) ઓઘનિર્યુક્તિ-૮૫માં એ છ ધારો (૧) વ્રજ (૨) ગ્રામ (૩) સંખડિ (૪) સંજ્ઞી (૫) દાન (૬) ભદ્ર બતાવશે. - આમ ત્રીજા દ્વારના પેટા દ્વાર તરીકે સંજ્ઞીશ્રાવક દ્વાર છે. તમે તો આખા ત્રીજા દ્વારનું નામ જ સંજ્ઞી હાર આપી દીધું. આવું કેમ કર્યું ? શા માટે તમે ત્રીજા દ્વારના ૬ પેટાદ્વારમાંથી માત્ર સંજ્ઞીનું જ ગ્રહણ મુખ્ય રૂપે કર્યું?
સમાધાન: “સંજ્ઞીની આગળ કહેવાનારી વિધિ અતિરિક્ત વધારે છે” એ પદાર્થ બતાવવા માટે ગ્રન્થકારે સંજ્ઞીનું જ ગ્રહણ કર્યું. અથવા તો એમ સમજો કે ત્રાજવાનો મધ્યભાગ પકડીએ એટલે આજુબાજુના પણ બેય ભાગો ગ્રહણ થઈ જાય”
ah ૩૧૦ એ ન્યાયે સંજ્ઞીનામનું મધ્યમ દ્વારા ગ્રહણ કરવાથી બાકીના બધા દ્વારો પણ ગ્રહણ થઈ જાય.