________________
શ્રી ઓઘ-
ટીકાર્થ : “ગમનાદિ વ્યાપાર ન જ કરવો” એ રીતે ગમનાદિ યોગોમાં એકાન્ત નિષેધ દેખાડ્યો નથી કે કોઈક ' નિર્યુક્તિ સ્વાધ્યાયાદિ વ્યાપારમાં “સ્વાધ્યાયાદિ કરવા જ” એમ એકાંતે વિધાન પણ કરેલ નથી.
પરંતુ દ્રવ્ય કે વસ્તુને જાણીને તે તે યોગનો નિષેધ થાય છે. અથવા તે જ યોગનું અનુષ્ઠાન થાય. | ૩૦ ||
સાર એ છે કે કોઈક સાધુ આચાર્ય-સંઘ-ગ્લાનાદિના કાર્ય વગેરેને કારણે સચિત્ત માર્ગમાં પણ જતો હોય તો તેની રજા અપાય છે, કેમકે તે કારણસર જાય છે. પરંતુ આવા પુષ્ટ કારણ વિનાનાને રજા નથી અપાતી. - જેમ તાવ વગેરે રોગોમાં પરિપાચન-વેચ, ભોજન વગેરેનો નિષેધ કરાય છે. જયારે એ તાવ જીર્ણ થાય ત્યારે તે જ | પરિપાચન, ભોજનાદિની અનુમતિ અપાય છે. એટલે આ વાત ખૂબ સારી કહી કે જુદી જુદી વસ્તુને અનુસારે વિધાન કે
I નિ.-૫૬ પ્રતિષેધ કરાય છે.
અથવા આ ગાથાની બીજી રીતે વ્યાખ્યા કરીએ.
અહીં કહી ગયા કે “બધા જ પદાર્થો જીવને સંસારના કારણ અને મોક્ષના કારણે થાય છે.” એટલે હવે વધુ સ્પષ્ટ કરે છે કે માત્ર તે પદાર્થો જ નહિ, પરંતુ જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે પણ સંસાર અને મોક્ષના કારણો બની શકે છે.
એજ વાત આ ગાથામાં કરે છે. કે સમ્યગ્દર્શનનું નિરૂપણ કરનારા જે શાસ્ત્રોપદેશો છે. તેમાં “સમ્યગ્દર્શનનું દાન ન જ કરવું.” એવો એકાન્ત નિષેધ પણ નથી દેખાડ્યો કે “સમ્યગ્દર્શનનું દાન કરવું જ” એવું વિધાન પણ નથી કર્યું. આ રીતે Tગાથાનો નિષ્કર્ષ કાઢવો.
of ૩૦૨ II