________________
નિર્યુક્તિ
શ્રી ઓધ-વ્ય
આ જીવોના આશ્રયભૂત વનસ્પતિ. (આંબાનું એક ઝાડ એક પ્રત્યેક વનસ્પતિ છે. તેમાં જુદા જુદા શરીરવાળા અસંખ્ય જીવો
જોડાયેલા જ છે. એ અસંખ્ય જીવોનો જ આ એક આંબો બનેલો છે. એ ભલે એક પ્રત્યેક વનસ્પતિ કહેવાય, હકીકતમાં એમાં
અસંખ્ય જીવો છે. દરેકના પોત-પોતાના શરીર જુદા જુદા છે.). | ૨૭૩
અનન્ત એટલે અનંતજીવોનું એક જ શરીર. તે પ્રત્યેક અને અનંત દરેક સ્થિર અને અસ્થિર બે પ્રકારે છે. સ્થિર એટલે દૃઢ સંઘયણવાળી વનસ્પતિ (વડલા-લીમડાદિના થડ, વાંસડા વગેરે.) જ્યારે અદઢ સંઘયણવાળા હોય તે ,
Rા નિ.-૪૨ અસ્થિર કહેવાય. (ઘાસ, કેળના ઝાડ વગેરે.).
આમાં સંયોગો-ભાંગાઓ કરવા અને તે તો હમણાં પૂર્વે જ કહ્યા છે. તે જ જાણવા તે ભાંગાઓ આક્રાન્ત-નિપ્રત્યપાય, આક્રાન્ત-સપ્રત્યાય, અનાક્રાન્ત-નિખ્રત્યાય, અનાક્રાન્ત-સપ્રત્યાય રૂપ છે. (આ બધુ ૨૪ ભાંગાઓમાં દર્શાવી જ દીધું છે માત્ર | જયાં ઘણી અવરજવર થતી હોય તે વનસ્પતિ આક્રાન્ત ગણવી અને જ્યાં અવરજવર ન હોય તે અનાક્રાન્ત ગણવી.).
પ્રશ્ન : આમાં સચિત્ત કે મિશ્રની યતના કરીએ એ તો બરાબર. કેમકે ત્યાં જીવ છે, એટલે ત્યાં ઓછી વિરાધના થાય " તેવો પ્રયત્ન કરીએ. પરંતુ જે વનસ્પતિ અચિત્ત છે, તેની યતના કરવાની શી જરૂર ? દા.ત. ધારો કે રસ્તામાં અચિત્ત પ્રત્યેક છે અને અચિત્ત અનંત બે પ્રકારની વનસ્પતિ આવે છે. તો એમાં અચિત્ત પ્રત્યેક ઉપરથી જઈએ કે અચિત્ત અનંત ઉપરથી જઈએ, કે
વીu ૨૭૩ . એમાં શું ફર્ક પડવાનો? બેયમાં વિરાધના ન થવાની વાત તો નક્કી જ છે. એટલે અચિત્તના નિષ્પત્યપાયના જે આઠ ભાંગા IT