________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
|| ૧૭૭ll
નિ.-૧૪
(૪) ચલ અવ્યાક્ષિપ્ત ઉપયુક્ત (૫) અચલ વ્યાક્ષિપ્ત અનુપયુક્ત (૬) અચલ વ્યાક્ષિપ્ત ઉપયુક્ત (૭) અચલ અવ્યાક્ષિપ્ત અનુપયુક્ત (૮) અચલ અવ્યાક્ષિપ્ત ઉપયુક્ત
આમાં પહેલાં ભાંગામાં પ્રમાર્જન કરાય. બાકીના ૭ ભાંગામાં ભજના છે એનો અર્થ એ જ ને કે ૨-૩-૪ વગેરે બધા ભાંગાઓમાં ક્યારેક પ્રમાર્જના કરાય અને ક્યારેક પ્રમાર્જના ન કરાય ?)
સમાધાનઃ ના, ભજના નો અર્થ એ કે બાકીના ૭ ભાંગાઓમાંથી અમુક ભાગાઓમાં અવશ્ય પ્રમાર્જના કરવાની જ અને અમુક ભાંગાઓમાં અવશ્ય પ્રમાર્જના નહિ જ કરવાની.
ગાથામાં જે તુ શબ્દ છે, એ આ જ વિશેષ પદાર્થને બતાવવા માટે છે કે ૭ ભાંગાના સમૂહ રૂપ જે પ્રતિપક્ષો છે, તેમાં ભજના કરવાની, પણ દરેકે દરેક ભાંગામાં ભજના કરવાની નથી. (આમાં ઘણો ભેદ છે. જો દરેકેદરેક ભાંગામાં ભજના લઈએ, તો એનો અર્થ એ કે બીજા ભાંગામાં ક્યારેક પ્રમાર્જના કરાય અને ક્યારેક ન કરાય. એમ ત્રીજા ભાંગામાં ક્યારેક પ્રમાર્જના કરાય અને ક્યારેક ન કરાય... એમ બધાય ભાંગામાં સમજવું પડે. પણ હકીકત એ નથી. હકીકત એ છે કે બીજા વગેરે કેટલાક ભાગોમાં પ્રમાર્જના ક્યારેય પણ નથી કરવાની. અને ત્રીજા વગેરે કેટલાક ભાગોમાં પ્રમાર્જના કાયમ કરવાની
૧૭૭