________________
શ્રી ઓધ- સ્થ નિર્યુક્તિ
I॥ ૨૧૧ ||
स
म
સમાધાન : ભીનામાંથી જવામાં બે પ્રકારની વિરાધના થાય. આત્માની અને સંયમની. તેમાં ભીનામાં કાંટા વગેરેના વાગવાથી આત્મવિરાધના થાય. (કાદવમાં ખૂંપી ગયેલા કાંટા સીધા ન દેખાય, પગ મૂકીએ એટલે આરપાર ઉતરી જાય.) જ્યારે ત્રસ વગેરે જીવોને પીડા થવાથી સંયમવિરાધના થાય. (ભીનાશમાં ત્રસ જીવો વધુ હોય. ઉપરાંત સચિત્તપાણી પણ 5 હોય. માટી પણ સચિત્ત હોવાની શક્યતા રહે.)
स्म
आ
ઓઘનિર્યુક્તિ - ૨૪ : ગાથાર્થ : સુકો અને ચિખલ્લ એટલે ભીનો (બે પૃથ્વીકાય છે) ભીનામાં ગમન કરીએ તો બે પ્રકારની વિરાધના થાય. શ્રમ થાય, કાદવમાં ખૂંપી જવાય. સૂકા માર્ગે પણ ધૂળમાં તે જ દોષ છે. બ્રાષ્ટ્રી વડે ગમન કરવું. ટીકાર્થ : પૃથ્વીકાય બે પ્રકારનો છે. સુકો અને ભીનો. આ બેમાંથી સૂકા પૃથ્વીકાય વડે જવું.
પ્રશ્ન ઃ શા માટે ? ભીનામાંથી જઈએ તો શું વાંધો ?
स्प
હવે આ બે વિરાધના કરતા પણ વધારે મોટા દોષને બતાવવા માટે કહે છે કે આ ભીના પૃથ્વીકાયથી ગમન કરવામાં થાક ખૂબ લાગે. કાદવમાં જ સાધુ ખૂંપી જાય. (આત્મવિરાધના અને સંયમવિરાધના કરતા પણ શ્રમદોષ વધુ ખરાબ ગણ્યો. શા માટે ? એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. શ્રમ લાગે એટલે સંયમ પરિણામ હીન થવાની પાકી શક્યતા છે.)
હવે આ સૂકા અને ભીના બે પૃથ્વીકાય હોય તો સુકા માર્ગ વડે જવાની રજા આપેલી છે. પરંતુ તે માર્ગે પણ ન જવું, જો તે સુકો માર્ગ પુષ્કળ ધૂળવાળો હોય.
स्थ
स
म्य
નિ.-૨૪
॥ ૨૧૧॥