________________
(૫થી સંકેચાય છે ને શરીરની ચામડી તણાય છે. મહીના મહીનાના . ઉપવાસ છે. શરીર તે હાડપિંજર જેવું થઈ ગયું છે. મસ્તકે તે જાણે વીજળી કડાકો કરે છે, હાડકા ફટ ફટ ફૂટે છે. તડતડ ચામડી તૂટે છે, છતાં સાધુને જરા પણ ક્રોધ ન આવે, સનીને જરા પણ દોષ ન જોતાં વિચારે છે કે મારા પિતાનાં જ કર્મ ઉદયમાન થયા છે એમાં સોનીને શું દોષ? જેમ કેઈને હડકાયું કુતરૂં કરડયું હોય તે તરત જ હડકવા લાગતો નથી. પણ કરડયા પછી અમુક ટાઈમે હડકવા ઉપડે છે. તેમ જે કર્મ બંધાય છે તે કર્મ તરત ઉદયમાં આવતું નથી. તેની પણ મુદત પડે છે. અબાધાકાળ એટલે બંધ અને ઉદય વચ્ચે કાળ. જ્યાં સુધી મુદત ન પડી હોય ત્યાં સુધી સજા થવાની નથી. કેમેં ચેલેન્જ ફેંકીને કહે છે કે કર્મબંધ અને ઉદયના વચલા ગાળામાં તું સ્વતંત્ર છે. તે વખતે તું સંયમ અને તપથી કમેને ઉડાવવા ધારે તે ઉડાડી શકે છે. આ
“બંધ સમયે જીવ ચેતીયે રે, ઉદયે શે સંતાપ સલુણા.” કર્મ બાંધતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. અને જે બંધાયાં છે તેને ઉદયમાન થયાં પહેલાં પુરૂષાર્થથી ઉડાડી દેવાની જરૂર છે, પણ ઉદયમાં આવ્યા પછી રાડ પાડશે કે અરેરે, હવે તે આ દુઃખે ખમાતાં નથી. હે ભગવાન! દોરી ખેંચી લે તે સારૂં, હવે આનાથી છૂટું. એમ હાયય કરવાથી કમ છૂટી નહીં જાય. કોઈ માણસ પીડાતા હોય અને પછી મરી જાય તો તે પીડાથી અત્યારે દેહ છૂટે. પણ કેમ તે આત્મા સાથે જ ગયા છે. તે કમેને અન્ય ગતિમાં ભેગવવા પડે છે. તપશ્ચર્યા કરેવાર્થ કમની નિર્જરા થાય છે. કેઈ માણસને ક્ષયનું દર્દ થયું. તેને ઉપરથી મલમ ચોપર્યા કરે પણ જે જોઈએ તે દવા ન કરે તે ક્ષય મટતું નથી. ઉપવાસ કર્યા, માળા ફેરવી પણ અંદરના કષાય ન ટક્યા તે શા કામનું ? બહારની ક્રિયાઓ અત્યંતમાં જે મટે છે. ઉપવાસ કર્યા અને પારણું ન સચવાયું તે અંદરથી ધમધમાટી થાય છે. આવી વ્યક્તિ શું ધર્મ પામી છે? “પારણાની હજુ તૈયારી કરી નથી ? કયારે હું પારણું કરીશ એમ જોરજોરથી બોલે છે. કજીયા કરે, બેલાચાલી કરે, અપાસરામાંથી છૂટયા પછી કહે કે આવી જા, તારા બાપને અપાસરો છે? આ કષાયના રમખાણુ છે ત્યાં સુધn મળવાને થી.
કષાયની ઉપશાંતતા માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, એ કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાયે સદગુરૂ બંધ,
તે પામે સમક્તિ ને વતે અંતર છે.” કષાયની ઉપશાંતતા એટલે કષાય શમી જ જોઈએ. જેનાથી સંસારને લાભ