________________
૧૮ શ્રીઆચારાંગસૂત્ર
વ્યાખ્યાન ન વપરાય. માટે તમે કહે છે કે આ ચાહે તેમ કહે તે પણ ગણકારીશ નહિ. અર્થાત મનના વિકાર, ઈદે કે કુટુંબ વગેરે કહે અને હું ન માને તે પછી જક્કી જ કહેવાઉં ને! તે કહે છે કેનહિ. હું પકડીને ન છેડે તે જક્કી પણ સારું પકડીને ન છેડે તે જક્કી ન કહેવાય પણ દૃઢ કહેવાય. ખરાબ વસ્તુ પકડીને ન છેડે તે જક્કી જ કહેવાય. હવે અહીં પકડ સારી જોઈએ તે જ બધું શોભશે. એટલે સારી વસ્તુ ન પકડી હોય અને છોડવાની વાત ન માને તે જક્કીપણું ગણાય.
ચાથું અધ્યયન “સુંદરતા” સારી વસ્તુ કઈ એ તે કહો ? તેને સમજવા માટે ચોથું અધ્યયન “સુંદરતા ” નામે કહ્યું એટલે સુંદરને સમજીને પછી તેને પકડ. તેનું નામ જ સમ્યક્ત્વ. અરિહંતાદિ એ દેવ અને તેમણે કહેલા તે ગુરુ કે ધર્મને માનીએ એટલે જ સમ્યકત કહેવાય છે. શાહ કાર તરવારને દેખે તે બચાવની દૃષ્ટિએ, જ્યારે ચોર તરવારને ઘાના સાધન તરીકે જુએ. એકની એક તરવાર છતાં દૃષ્ટિએ જુદી છે. તેમ અહીં આત્મા જાણવો પણ તે જુદી જુદી દષ્ટિએ જણાય એટલે જ્યારે આત્મા છે એવું જે આ લોકોનું જ્ઞાન છે તેને કેમ ખસેડી દઉં? આવી ભાવના થાય પછી શું સમજવું ?
વાદી–પ્રતિવાદીના વકીલની દષ્ટિ વાદી કે પ્રતિવાદીના વકીલો એક બીજાના પરસ્પર પુરાવાઓ જોવામાં ખામી ન રાખે, છતાં જોતી વખતે દૃષ્ટિ એ જ રહે કે “તેને તેડવો કેમ? આ પ્રકારની દૃષ્ટિ બંને પક્ષમાં હોય છે. એટલે વાદીને વકીલ વાદીના પુરાવાં જુએ તે મજબૂત કરવા માટે, તેવી જ રીતે પ્રતિવાદીનો વકીલ પ્રતિવાદીને પુરાવા જુએ તે પણ મજબૂત કરવા માટે. બંનેની ધારણ એક જ છે. તેમ અહીં આત્માને જાણવા છતાં તેના શ્રેય તરફ–કલ્યાણ તરફ ન વળે પણ આત્માના અસ્તિત્વને