________________
.
પહેલું સદુધમપરીક્ષક
૫ બન્યા છે તો પછી તેઓએ પિતાના કબજામાં આવેલા સગીરને ઊંચી સ્થિતિએ લાવો જોઈએ. વાલીનું કામ શું? સગીરનું હિત તપાસવું તે, નહિ તે વાલીપણું રદ કરાય. જે સગીરનું હિત ન સચવાય તો વાલીપણું રદ કરાય. તેમ અહીં સંસારના છના વાલી કોણ? તીર્થંકર મહારાજા. કેમ ? છોને મિલ્કતને ખ્યાલ નથી, તેમજ સદુપયોગ કે દુરુપયોગને પણ ખ્યાલ નથી. હવે જે જે અવસ્થામાં જે વાલી હોય તેને તે તે અવસ્થાનું હિત જાળવવું જોઈએ. જે રીતે હિત જળવાય તે રીતિએ વાલીએ જાળવવું. ભગવાન જિનેશ્વર મહારાજ ત્રણ જગતના માલિક તરીકે વાલી હોવાથી યોગ્યતા પ્રમાણે જીવોના હિતને માટે તેમને ધ્યાન રાખવું જોઈએ. તેમના હિતને માટે કટિબદ્ધપણું ન રહે તો નવું ન મળે અને મળેલું હોય તો તે જતું રહે. તેમ અહીં તીર્થકર મહારાજ જગતના જીવોની મિલકત અને માલિકી સમજાવી તેને જે સદુપયોગ ન કરાવે તે વાલીપણું ન રહે.
સર્વ મળે ત્યાંસુધીના વાલી તીર્થકર મહારાજ
સૂર્ય દયા લાવીને અજવાળું ખૂબ ફેંકે પણ આંખ જ ન ઉધાડે ત્યાં શું થાય? તેમ અહીં જિનેશ્વર મહારાજે તો આખા જગતના જીવોના ઉદ્ધારને માટે શાસનની પ્રવૃતિ કરી પણ જે શાસનમાં જ ન રહે તેનું શું થાય છે તેમ અહીં આ જીવ સગીર હોય પણ વાલીના કબજામાં ન રહે ત્યાં શું વળે ? કંઈક સગીર કન્જામાં રહે તે હોય, કથા પ્રમાણે ચાલે તેવો હેય તે કામ લાગે, પણ વાલીના માથાના વાળ કાઢે તે સગીર હોય તે પછી તેનું હિત ન થાય. જેમ વાલીને અમુકનું જ સંભારવું. પાંચ કે દસ વર્ષ સુધી સંભારવું અને પછી નહિ, એમ નહિ પણ કાયદા પ્રમાણે નીમાયેલો વાલી એકવીસ વર્ષ સુધી સંભારે-નહિ તે