Book Title: Dhandhero Athva Gurumantra
Author(s): Sagranandsuri
Publisher: Ratanchand Shankarlal Shah

View full book text
Previous | Next

Page 383
________________ ડશક [ વ્યાખ્યાન વ્યસન હોય તે વસ્તુ મળે તેજ આનંદ. જેમ રાજાને જીતની ઇચ્છા હોય અને તે વખતે પ્રજ, રાજ્ય પાયમાલ થઇને પણ જીત મેળવે તે તે આનંદ પામે, તેમ અહિં પણ જે મનુષ્ય કે, માન, માયા અને લોભ ઉપર કાબૂ મેળવનાર હેત નથી તેને મનુષ્યપણું મળતું નથી. આ મનુષ્યપણુની જાતિ એવી છે કે ક્રોધાદિને દબાવી શકે. એટલે કોઇને સફળ કરવા પહેલાં તેના પરિ. ણામના વિચાર કરવા પડે. એટલે રસ્તામાં જતાં કોઈ અધિકારીની કાણી વાગી હોય ત્યારે આપણે જ માફી માગીએ. અહિં વગર જોઈને એ ચા છતાં તેના અધિકારના હિસાબે આપણે જ મારી માગીએ. કારણ રખેને ભવિષ્યમાં તે આપણને હેરાન કરે ! જેમ ગામમાં ૯હાય લાગેલી હોય અને બબર જતાં રસ્તામાં કોઈને એકસીડેન્ટ થાય તો પણ તે બેબર ગુન્હેગાર ગણાતો નથી, કારણ દરજે મટે છે. ગાય ભેંસાદિ રસ્તામાં કંઈ વગાડે તો સમજવું કે તેને ક્રોધાદિ કાબૂમાં રહી શકે તેમ નથી. માત્ર મનુષ્ય જાતિમાં જ ક્રોધાદિ કાબૂમાં રહી શકે. એટલે ક્રોધ આવે તે મગજ ઉપર કાબૂ રાખવે જ પડે. જેણે ટેવ પાડી હશે, શાની ? તો ક્રોધ ઉપર દાબની. તે જ પ્રાણી આ મનુષ્યગતિમાં આવશે. નારકી અને તિર્યંચની ગતિમાં જ ક્રોધ ઉપર કાબૂ નથી. પલ્યોપમના પોપમ સુધી યાવત સાગરોપમના સાગરોપમ સુધી લડ્યા કરે. કોણ? નારકી આદિ. તમારે તો લડતાં લડતાં બાર વાગ્યા તે ખાવાના જ મતમાં જાય અને ક્રોધાદિને છોડે. ક્રોધમાં કાબૂ ન લેવું પડે કે ન રાખવો પડે તે તિર્યંચ અને નરકની ગતિ છે, બાકી મનુષ્ય અને દેવમાં તે ક્રોધ ઉપર કાબૂ રાખવો જ પડે. દેવતાઓમાં સર્વને ઈદ્રને આધીન રહેવું પડે, તેની મર્યાદા પાળવી પડે. મનુષ્યને રાજા કે કુટુંબ અગર જ્ઞાતિ આદિના કબજામાં રહેવું પડે. ફક્ત જાનવરાદિને કાબૂ ન હોય. જેને મનુષ્યગતિમાં જવું હોય તે ક્રોધાદિ ચાર ઉપર કાબૂ મેળવે, તે જ લાયક બને. અહિં કર્મની ચિએરી પણ એ જ કહે છે કે-જેની ઝેધાદિની સ્વાભાવિકપણે મંદતા

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394