________________
૧૦૨
પડશક
| [ વ્યાખ્યાન
તે પરિણામ જુદું આવે. આ બધું બાલ સંગિક સ્થિતિ જોનારા માટે કહ્યું, પણું વર્તન માટે તો વાંધો નથીને ? કારણું વતન તો ચોવીસે કલાક સરખું હેયને ? લિંગમાં તો પ્રતિક્રમણ, લોચ કે ગોચરી કોઈ વખતે હેાય, પણ આ મધ્યમ તે ચે વીસે કલાકની ચીજ દેખીને દેવગુરુધર્મને માને. હવે વીસે કલાકની ચીજ કઇ કે જે દ્વારા પરીક્ષા કરાય ? તે અષ્ટ પ્રવચનમાતા, તે ચોવીસે કલાક રહેનારી છે. જેમ ચાલવા માંગો કે ઇર્યાસમિતિ, તેમજ બલવામાં ભાષાસમિતિ, ગોચરી માટે એષણસમિતિ આદિ જોઈએ, તેવી જ રીતે ધર્મને અંગે સંસારનો ભય ચોવીસે કલાક હોય, દેવને અંગે કેવળજ્ઞાન આદિ ગુણે સતત હોય, આવી રીતે મધ્યમ બુદ્ધિવાળો દેવાદિ ત્રણને જુએ, પણ બુધ તેના ખુદ સ્વરૂપને જુએ, એટલે દેવને માર્ગદર્શક હોય તો જ માને, ગુને ઉત્સર્ગ–અપવાદ સહિત આમરમાણુતામાં હેય ત્યારે માને, ધર્મને જયણાપૂર્વક વ્રત–પચ્ચકખાણ-સામાયિક-પૌષધાદિની પરિણતિ હેક તે જ માને. આવી રીતે ત્રણે જણા દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરીને શુદ્ધ દેવાદિને મેળવે. છતાં શાસ્ત્રકાર કહે છે કે–દેશના દેવાવાળાએ લાયક દેશના દેવી, અને શ્રોતાઓ સાંભળવી, જેથી જ સમત્વને પામે ને કલ્યાણની માળાને ભજે છે.
समान्त