________________
દશમું ] સદુધમપરીક્ષક
૯૫ ઉપવાસ, માસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ આદિ નિયમિતપણે કરવા કહેલું છે. ચારે કાળ સ્વાધ્યાય ન કરી હોય તો આલોચન છે. એટલે ભણવું જરૂરી છે એ વાત માની છે, પણ આયારોગાદિ સને જો ન ભણે તો પ્રાયશ્ચિત્ત, એમ છે નહિ. પણ તપને ન કરવાથી તો પ્રાયશ્ચિત્ત જણાવેલું છે. આજે ભણવાના નામે તપને કિશો તો કાલે વળી કોઈક ભણવાને નામે દીક્ષાને પણ રોકશે. અને તેમાં એમ પણ કહેશો કે દીક્ષા નહિ લે તે હજારેને બોધ આપશે પણ દીક્ષા લેશે તે તે સમુદાયને અગર ચેડા ઘણા બીજાએને બોધ આપશે, માટે દીક્ષા રોકો એમ પણ બેલશે. શાસ્ત્રકારે તપ કરવાનું કહ્યું છે તે યું ? જેનાથી આ ધ્યાન કે ગ્લાનિ ન થાય, ઈદ્રિયો નિર્બળ ન થાય અને યોગ પણ નકામા ન થાય એવી તપસ્યા કરવી કહી, પણ તપના નિષેધ માટે કહે છે ? શાસ્ત્રકાર તપના નિષેધ માટે તો કંઈ કહેતા જ નથી. અકામ નિજેરા એટલે ઇચછા વિના. અને ઇચ્છા સહિત એટલે મારા કર્મની નિર્જરા થશે એમ માની દુખને સહન કરે તે સકામનિજ રા. અહિં વિરુદ્ધ ઇચ્છાએ બળદ ભૂખ અને તરસનું દુખ સહન કરે છે તેથી આવું દેવલોકપણું પામે છે, તો પછી સકામ નિજારાએ તપસ્યા કરી આત્મકલ્યાણ કેમ ન સાધે ? જ્ઞાનદર્શનને માટે જેમ ઉપસંપદાઓ લીધી છે, તેમ તપસ્યા અને વૈયાવચ્ચ નામની બે ઉપસંપદાઓ ચારિત્રને માટે લીધી છે. જે તપસ્યાના માટે ગ૭માં આશ્રય કરીને રહેવાનું છે તે તપસ્યા આપણુને કડવી લાગે તે સમજવું કે માર્ગ ભૂલ્યા છીએ. જ્યારે તપસ્યા ઉપર અનાદર કે અરુચિ થાય તે સમજવું કે માગ જ ભૂયા છીએ. ખાવા પીવાની ઈચ્છા થતાં તેને રોકી હોય તે પણ નિર્જરા જ છે. એટલે અકામ નિજેરામાં આવે અને તેથી દેવપણું મળે. વગર ઇચ્છાના કે વિરુદ્ધ ઈચ્છાના દુઃખોથી દેવપણું મેળવાય પણ મનુષ્યપણું વગર ઇચ્છાના દુઃખથી મેળવાય નહિ. મનુષ્યપણું માટે આ ત્રણ વસ્તુ હોય તે જ મેળવી શકાય. ત્રણ વસ્તુ કઈ ? મનુષ્યને સામાન્ય જે