________________
દશમું]
સદુધમપરીક્ષક
વ્યાખ્યાન: ૧૦ ભણવાના ન્હાને તપને રોકનાર દીક્ષાના ય બહાને રોકશે
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભસૂરિજી મ. ભાગ્ય જીવોના ઉપકારાર્થે, પડશક પ્રકરણની રચના કરતાં થકા આગળ જણાવી ગયા કે-આ સંસાર સમુદ્રમાં મનુષ્યને ભવ પ્રાપ્ત થશે એજ મુશકેલ હતો. કારણ આપણે આગળ સામાન્ય સમજાવી ગયા કે દેવભવ પામવો સહેલે છે પણ મનુષ્યભવ પામવા દહીલો છે. કારણ દેવ૫ણું પામવાનાં સ્થાનો અસંખ્ય છે. પણ મનુષ્યપણું પામવાના સ્થાને તો ગણત્રીનાં એટલે ૨૯ વેઢા કહે કે છજ્જુ સુધી ગણત્રી કરે તેટલાં જ છે. આ ઉપરથી દેવપણું સહેલું છે. વળી દેવપણાના ઉમેદવારે થડ છે એટલે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જ મેળવે. પૃથ્વી આદિ કે નારક, દે પણ દેવપણે ન ઉપજે. મનુષ્યને અંગે ઉમેદવારો ઘણા છે. એટલે એકેન્દ્રિયના સર્વ જીવો એટલે અનંતકાયપણુ મનુષ્યપણે ઉપજી શકે–એટલે તેના ઉમેદવારો અનંતાનંત છે. જેના ઉમેદવારો અનંતાનંત છે અને સ્થાને વેઢે ગણાય તેટલા છે. જેના સ્થાને અસંખ્ય છે અને ઉમેદવારે ચેડા છે તેવું દેવ૫ણું તે પામવું સહેલું છે કે મનુષ્યપણુ ? કહે કે દેવપણું સહેલું છે. એક બળદ તૃષાથી વ્યાપ્ત છે ત્યાં પાણી ભરીને બાઈઓ જાય છે છતાં કોઈ પાતી નથી. સર્વની આશાએ રહે છે તેવી જ રીતે ઘાસને અંગે આશા રાખે છે. આ સ્થિતિમાં ભૂખ તરસને જે વેઠી તેનાથી જે કમની નિર્જરા થઈ તેનું ફળ મળે જ છે. આ ઉપરથી તપસ્યાના જે કટ્ટાશત્રુઓ છે તે શું બોલે કે પેટને બાળવાનું સાધન છે. હવે બહારના ચેરથી બચવું સહેલું પણ ધરના દુશ્મનથી બચવું કઠિન છે. કારણ બહારના તે તમને લાંઘણુ કહીને રહે, પણ ઘરવાળા તે કહે કે- “કર્મનું બાંધવું તે પરિણામ ઉપર આધાર છે. પછી તમે ઉપવાસ કરીને ખાવાની ઇચ્છા કરી તેના કરતાં ઉપવાસ ન કર