________________
* ડેશક
[ વ્યાખ્યાન લેચાદિક હેય જ. ધર્મબુદ્ધિ હોય ત્યાં જાણું પણ હોય. આવી રીતે સર્પની કાંચલી જેવા બાહ્ય સંજોગે માત્રથી દેવગુરુ કે ધર્મ ન મનાય. તેવી રીતે આરંભ સમારંભાદિની પ્રવૃત્તિ ન હોય તેથી ગુરુપણું આવતું નથી. અને તેથી જ કહ્યું કે કાંચલી માત્ર છોડવાથી સર્ષ નિર્વષ થતો નથી તેવી જ રીતે બાહ્ય સંયોગિક સ્થિતિ સુધરવાથી દેવગુરુ કે ધર્મપણું આવતું નથી, તો હવે તે આવે ક્યારે ? જેમ સર્પમાં દાઢ તૂટે તો. જ નિર્વિષપણું આવે તેમ દેવમાં મહાદિ તૂટે તો જ આવે, ગુરુમાં અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણીય તૂટે તો આવે, તેમ ધર્મમાં પાપબુદ્ધિ માટે તો જ આવે. બાહ્ય સંયોગિક સ્થિતિ જોયા વગર દેવગુરુ કે ધર્મને માનવા તે શી રીતે બને ? તે કરવા માત્રથી સાધુપણું નથી. પણ સાધુપણા આદિથી તે તો છે જ. એન થી સાધુપણું ઉત્પન્ન નથી થતું પણ સાધુપણું હોય ત્યાં તે તો હોય જ. એકલાં બાહ્ય ચિન્હ હોય ત્યાં દેવાદિ ન જ માનવા. જગતના પદાર્થો માં માયાવી પણું ન જ હાય. જેમ સેના, ચાંદીમાં મૂળમાં કે છેવટમાં જે પીળાશ કે સફેદાઈ હોય તે આખા ભાગમાં જ હોય. એટલે જેવું અંદર તેવું બાહ્ય અને જેવું હાર તેવું અંદર, આ જડ પદાર્થમાં હોય છે. પણ આ ચેતન પદાર્થોમાં ચક્રાવે છે. કારણ અંદર કંઇ તો બહાર જુદું. અને બહાર જુદું તો અંદર કંઈ ત્રીજું જ હોય. જડ પદાર્થોથી ઠગાવાનો સંભવ જ નથી. માત્ર ચેતનથી ઠગાવાને સંભવ હોય છે. કારણ તેની બહાર અને અંદરની સ્થિતિ ભિન્ન હોય છે. બીજાઓમાં બહાર અને અંદર એક જ હોય છે. તમારામાં ખાનું ચારિત્ર દેખાવા છતાં અભવ્ય કે દૂરભવ્ય માનીએ. વાત ખરી, પણ બીજાની તને ખબર સરખી પણ નથી. ખબર હોય અને બેલે તેની કિંમત, પણ વગર ખબરે જે બોલે તે દેઢડાહ્યો કહેવાય. કારણ ઇતરમાં પણ બાહ્ય કે અંદરના બે વિભાગ રાખેલા છે. તે કથા અને કેવી રીતે વિગેરે અધિકાર અગ્રે જણાવાશે.