________________
બીજું ]
સદ્ધમપરીક્ષક .
- ૧૭
રાખ્યો છે તેથી સ્વરૂપે શ્રદ્ધા થઇ ન ગણાય. આથી સમ્યક્ત્વ પણ ન હોય. જેમ બચ્ચાએ કાચના કટકાને હીરો શબ્દ કહીને પેટીમાં રાખે તેથી ઝવેરી ન ગણાય. તેમ અહીં પણ જ્ઞાન રહિત-કેવળજ્ઞાનસ્વરૂપ વિનાના જીવને માનવાવાળા તે સમ્યકૃત્વ વિનાના છે.
ઈતર ને અજીવ પદાર્થો હવે અજીવ પદાર્થને તો સૌ માને છે. અરે ! નારિતક પણ પ્રત્યક્ષ દેખાતા ભૂતોમાં પૃથ્વી, પાણ આદિ પદાર્થોને માને છે. તેમ ઘટપટાદિ પદાર્થોને પણ દરેક દર્શનકાર માને છે, પણ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ પાંચ અજીવના ભેદ માનવાની રીતિ કોઇનામાં નથી. હવે જે ઇતર દર્શનકારે ધર્માસ્તિકાયાદિને માને તો પછી વ્યવસ્થા લોક, અલોકની કરવી પડે. શંકા– જીવ અરૂપી હોવા છતાં સુખ, દુઃખરૂપ અનુભવો થવાથી માની લઈએ. અજીવતત્ત્વમાં પટપટાદિનું પ્રત્યક્ષ હાંઈ માનીએ, પણ આ ધર્માસ્તિકાયને તો મનાય શી રીતે ? કારણ તે પ્રત્યક્ષ છે જ નહિ. એ તે ઘરની બાજી છે. કોઇની સાક્ષી મળી શકે તેમ નથી. વૈષ્ણવ, શૈવ, સાંખ્ય આદિ કોઈ પણ દર્શનમાં ધર્માસ્તિકાયાદિ અજીવતો મનાયેલાં જ નથી. અરે! કોઈ નામથી પણ જાણતું નથી, છતાં તે મનાવવા હોય તો તમે કહો તે જ માનીએ. સમા-વાત ખરી, પણ જરાક શાંતિથી વિચાર કરો કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાયની સ્થિતિ જેવી કોઈક ચીજ છે. કારણ? અનંતા યુગલો એકઠાં થઈને એક ટેબલ બનેલ છે, તેમાં અનંતા પરમાણુઓ એકઠાં થયેલાં છે. એમાં કોઇનાથી ના પડાય તેમ નથી. અને તેમાં ધર્માસ્તિકાય આવી ગયો. જગતને છેડે છે અને તેવી મર્યાદાવાળી જગ્યા હોવાથી તેમાં આપણે રખડવું પડે છે. જે મર્યાદા ન હોય તો પરમાણુને કે જીવને ભેળા થવાને પ્રસંગ આવે જ નહિ, પણ આવું નિયમિત સરકલ છે. એટલે