________________
ચોથું ! સદુધમ પરીક્ષક
૪૧ ત્યારે જેને સ્પર્શદિ ગુણે બોલશે. એટલે જ્ઞાનાદિ ગુણે જે આત્માના સાધ્વરૂપ છે, તેને મુખ્ય રાખે છે. બીજાઓને આશ્રવ સર્વથા છોડ, સંવર આદર તે પાલવનું નથી. તેનું નિરૂપણું જ નથી. ત્યારે જેને આઝાવ છોડ, સંવર આદર વિગેરે પાલવે છે અને તેની પ્રરૂપણ સાચી ગણું. તેથી યથાસ્થિત રૂપે જીવાદિ તરાની પ્રરૂપણ કરનારને દેવ. આવી રીતે બાળ કે મધ્યમબુદ્ધિએ અને બુધે પણ પરીક્ષા ત્રણ રૂપે કરી, છતાં બાળક ને મધ્યમ બુદ્ધિમાં ફરક કયાં પડે ? તે બાળક તે પ્રાતિહાર્યું હોય ત્યાં જ દેવ માને, પ્રાતિહાર્યા વિના દેવ ન જ માને, મધ્યમ બુદ્ધિવાળે શાંતરસાદિ જુએ ત્યાં જ દેવ માને. જ્યારે બુધ સર્વજ્ઞપણદિને મુખ્યતા એ જુએ ત્યાં જ દેવ માને. બુધ ચાર મૂળ અતિશામાં આવે. અપાયાપનમાતિશય, જ્ઞાનાતિહાય, વચનાતિયાદિને તપાસે.
ગુરુ અને ધર્મની પરીક્ષા. આવી રીતે દેવતત્વની પરીક્ષાને અંગે ત્રણે જણ જુદી રીતે તપાસે તેવી રીતે ગુરુતવને અંગે ત્રણે જણ જુદી રીતે જ તપાસે. બાળક ગુરુપણું સામાં ગણે? વેશ હોય, વિહાર કરતા હોય, ગોચરી લાવતા હય, માસમણાદિ તપ, પ્રતિકમણાદિ કરતા હોય કે લેચ કરાવતા હોય. આ ત્યાગ જેને સાધુ તરીકે માને. જયારે મધ્યમ બુદ્ધિ જો કે એ દેખે, પણ સાથે બોલવા-ચાલવાની વ્યવસ્થા તેમજ ગોચરી લાવવામાં પણ વ્યવસ્થા છે કે નહિ ? એટલે પારિકાપનિકા સમિતિ સાચવે છે કે નહિ, તેમજ મને મુક્તિ આદિ ત્રણ સુમિ પાળે છે કે કેમ? અર્થાત આઠ પ્રવચન માતાને જોઈને મધ્યમ બુદ્ધિવાળો ગુરુ તરીકે માને. હવે બુધ-બાહ્ય ત્યાગને જરૂર માને, ઈરિયાસમિતિ આદિ પણ જુએ. એ બે હેવા માત્રથી માને એમ નહિ; છતાં શાસ્ત્રવચન માનવા સાથે ઉતસર્ગ અપવાદને માનનારા છે કે નહિ. એ વિગેરે તપાસીને ગુરુ તરીકે માને. આવી રીતે ત્રણે જુદી જુદી દષ્ટિએ ગુરુતરર માને, અને શાસ્ત્રકારે કહ્યું છે કે સાધુઓએ