________________
સાતમું છે.
સદ્ધમપરીક્ષક
૭૧
-
-
-
નું જ્ઞાન તે કેવળીને હોય. અરૂપનું જ્ઞાન તે સર્વજ્ઞ શિવાય બીજાને હોય જ નહિ. વ્યવહારિક કાળાદિનું પ્રમાણ છદ્મસ્થાને હોય. સમય તે સર્વજ્ઞ સિવાય બીજાને જણાય તેમજ હેતે, છતાં પ્રભુ વીરે ગૌતમસ્વામીજીને સમયને પણ પ્રમાદ ન કરવા ઉપદેશ કેમ આપ્યો? સમયનું જ્ઞાન તે છે નહિ. છદ્મસ્થને ઉપયોગ પણ અંતર્મુહૂર્તને હેય, સમય અરૂપી છે. આ ઉપરથી પ્રભુ વીર જણાવે છે કે સમય પણ પ્રમાદ ન થવું જોઈએ. જેમ દુનિયામાં કહીએ છીએ કે એક બદામને પણ ફરક ન પડે જોઈએ તેમ અહિં ક્ષણ કે લવમાં ય અપ્રમત્તપણું રહેવું જોઈએ, તેથી સમયને પગુ પ્રમાદ કરીશ નહિ તેમ ફરમાવ્યું અને તેથી વીસ સ્થાનકમાં તીર્થકરપણને બાંધવાની વાત કરી છે ત્યાં પણ ક્ષણ કે લવની વાત કરી પણ સમયની ન કરી. અહિં ગૌતમસ્વામીઅને સમયને ઉપગ છે તેથી ઉપદેશ આપ્યો છે એમ નહિ પણ ક્ષણ લવ પણ પ્રમાદ ન કરે તે માટે જણાવ્યું છે. હવે બુધ આવી રીતે તત્ત્વને જુએ એટલે ક્ષણલવ જેટલો કાળ પણ પ્રમાદમાં જઈશ નહિ. અહિં વિષયના અંગે સમય શબ્દ નથી કહ્યો તેથી બુધ તે માર્ગને અનુસરે, તે પ્રમાણે ચાલે. આ ઉપરથી એક સમયના શુભ પરિણામ આત્માને નિજેરા કરાવવાવાળા અને પુણ્ય બંધાવનારા છે, અને તેમાં પ્રથમ પરિણામ થાય અને પછી પુણ્ય બંધાય, તે શાસ્ત્રકારે કહેલ છે કે જે જે સમયે દુનિયામાં જેવો વ્યવહાર હોય તેવું બેલાય. કાછિયો પિસાભાર પણ ઓછું નથી આપતો. દાણુંવાળો અધેળ, અને મોતી હીરો કે સોનાના વ્યાપારવાળો રતિથી વાત કરશે. તેમ જૈન શાસ્ત્રકારોને વ્યવહાર સમયથી છે તેથી જે જે સમયે જીવ આશ્રવ, સંવર, નિર્જરા કે બંધના ભાવમાં પ્રવેશ કરે છે તે સમયમાં (સમયાન્તર નહિ) “કડેમણે કડે” ન માને તે તે અનંતર સમયે થઈ જાય, તેથી શાસ્ત્રકાર ચેકખા શબ્દમાં કહે છે કે તે તે સમયે શુભ અશુભ કર્મોને બાંધી લે છે. જે વખતે જેવા પરિણામ થાય તે તે વખતે તેનાં કર્મો બંધાય છે. બંધાય