________________
ડિશક
[ વ્યાખ્યાન
મરચાં ખૂબ ખાય અને કહે કે મારે બળતરા ન જોઈએ એ ન બને. તેમ અહિં પાપકર્મ બાંધે, અશુભ પ્રવૃત્તિ કરે અને કહે કે હું પાપ ન બાંધું, દુખી ન થાઉં એ કેમ બને ? જેને પાપ ન બાંધવું હોય તેણે તેના રસ્તા બંધ કરવા જોઈએ. આનું નામ જ ધમ છે. બીજી કોઈ ચીજનું નામ નથી. તેમજ તેને રૂપરસગન્યાદિ નથી. હું પાપ બાંધનાર ન થાઉં એમ ધારીને પાપના કારણેને દર કરવાં તેનું નામ જ ધર્મ. પાપના કારણેને દૂર ન કરે તેનું નામ અધર્મ અધર્મને કંઇ શીંગ-પૂછ નથી. જાનવરને તો શીંગ-પૂંછ પણ હોય છે. અહિં પાપની પ્રવૃત્તિ કરવી તેનું નામ જ અધમ, બીજું ચિહ્ન નથી. રૂપ, રસ, ગધાદિ પણ તેમાં નથી. આવી રીતે અનાદિ કાળથી આ જીવની થતી રખડપટ્ટીને ટાળનાર જો કોઈ ચીજ હેય તે પાપની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને ધમને આદર એ જોઈએ,
પણ ધર્મ મળે કયાં ? ' કાછીયાની વખારમાં જાય અને મોતી માગે ક્યાંથી મળે ? તેમ જેઓ ગુરુતત્વને ઓળખી શકે નહિ તે ધામને પામી ન શકે. ગુરુઓને કેમ ધર્મના આપનાર કહે છે ? ધર્મના ઉત્પાદક, દેનાર, ચક્રવતી તે દેવ છે. શુદ્ધ દેવ મળે તે જ શુદ્ધ ગુરુ અને ધર્મ મળશે. માટે કહે કે ત્રણેની જડ જ દેવતત્વ છે. વાત ખરી, પણ ઉત્પત્તિની અપેક્ષાએ ત્રણે તત્વની જડ દેવતત્વ છે, પરંતુ બેધની અપેક્ષાએ કે જ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તો ત્રણે તેમાં મુખ્ય તત્વ ગુરુતત્ત્વ છે. કારણ કેના પરિચયમાં કોની સેવામાં રહેવાના ? કહે કે ગુરુના. આખું શાસન ગુરુમહારાજને આધીન છે અને તેમના જ પરિચયથી ધમને સમજવાના. ઉત્પત્તિની અપેક્ષાએ દેવતત્વ છે. પણ પ્રતિબોધની અપેક્ષાએ કે શાસનની અપેક્ષાએ જે શરૂઆત થાય તો કયાંથી થાય? ગુસ્તત્વથી. હવે વિચારીએ કે જન્મથી જૈનધર્મમાં છીએ અને જૈન સાધુના જ પરિચયમાં આવેલા છીએ તેથી વીતરાગને જ દેવ માની