________________
નવમું ]
સદુધમપરીક્ષક
આવશ્યક ક્રિયા તપ કાયોત્સર્ગાદિ હેય જ. એટલે બાહ્ય સંયોગિક સ્થિતિની સાથે ધર્મ વ્યાપેલે નથી પણ ધમ હોય ત્યાં તે વ્યાપેલાં છે. જ્યાં જ્યાં કષ હોય ત્યાં ત્યાં સેનાપણું અને સેનાપણું હોય ત્યાં ત્યાં કષપણું હાય. બાહ્ય વર્તન હોય ત્યાં ધર્મ હેય એ નિયમ રાખીએ કયારે? કે બીજા કોઈ નર્તન ન કરતા હોય તે. જેમ નાટકીયા નાટક ભજવવા રૂપ બનાવે, જેમ બહુરૂપી બહુરૂ૫ કરી આજીવિકા ચલાવે છે. એક વખતે સાધુમહારાજ તે ગામે પધાર્યા છે તે વખતે તે વિચારે છે કે મારું નામ બહુરૂપી, તેથી આ સાધુપણું એ પણ એક રૂ૫ છે, તેથી તે કરવા માટે તેમની પાછળ ફર્યો. સાધુની દરેક પ્રવૃત્તિ પોતે જોઈ અને તે પ્રમાણે કરી. છેવટે વેશ લેવા તૈયાર થયો. એ ભજવવા માટે નિષ્ણાત બન્યો. તે બીજા ગામમાં જઈ રાજા આગળ સાધુને વેશ ભજવવા લાગ્યા.' અહિં દાન દેવા ખુશ થયો છે પણ તેથી બીજા રૂપ જાણવા નહિ મળે. મોહ રાજાએ સર્વરૂપ જાણવા નવાણું કરાવ્યો. છેવટે સાધુનું રૂ૫ આવ્યું. અહિં ચરપુરુષોએ રાજાને જણાવ્યું છે કે આ છેલ્લું રૂપ છે. તે પછી હવે નથી. તેથી સાધુ ધર્મલાભ દઈ પધાર્યા પછી રાજા ભંડારીને દસ હજાર આપવા કહે છે. અહિં સાધુ ના પાડે છે. અમારે ખપ નથી. ધર્મલાભ દઈ પાછા ગયે સ્થાને આવી વેશ ઉતારીને ૫ છે આ. રૂપબા માગ્યા. રાજાએ કહ્યું તે વખતે કેમ ન લીધા ? તો રૂ૫ લજવવા નથી આવ્યો. રૂ૫ની કિંમત ન રહે. પછી રાજાએ આપ્યા. બાહ્ય સંજોગને આધીન જે ગુરુને માનીએ તો બહુરૂપી જેવા ગુરુને પણ માની લેવા. આજકાલ નાટકમાં કૃષ્ણના રૂપ આવે તેથી તેને દેવ તરીકે માનવા લાગી જાય છે પણ તે દેવરૂપે નથી. જેમ સ્ત્રી-હથિયાર કે માળાના ત્યાગ સાથે દેવપણું બંધાયેલું નથી પણ દેવપણાની , સાથે તેને ત્યાગ તે બંધાયેલે જ છે. એટલે જ્યાં દેવપણું હોય ત્યાં સ્ત્રી, હથિયારે કે માળાનો અભાવ બંધાયેલો છે. તેમજ ગુરુને