________________
પડેશક .
[ વ્યાખ્યાન
વિગેરે ગર્ભમાં આવ્યા છે અને જમ્યા પછીની બાળકની અવસ્થાના પણ ખ્યાલ નથી. જેને આ ભવના જન્મ સંબંધી હેવાલને ખ્યાલ નથી તેને ગયા ભવની વાત મુશ્કેલ છે, તે પછી અનાદિની રખડપટ્ટીની વાત કરવી તે ભેંસ આગળ ભાગવત છે. વાત ખરી, પણ નહિ રખાયેલે પદાર્થ પણ ચિહ્નધારાએ મનાય છે. જેમ દાદાના દાદા દેખ્યા નથી તે પણ તે માનવા પડે છે, કારણ કે નહિં તે પિતાદિ હોત જ નહિ. એટલે દાદાનાં દાદાનાં નામે પણ કેટલી વખત ન જાણીએ તો પછી દેખવાની કે ઓળખવાની વાત જ શી કરવી છે છતાં આપણી હયાતિ છે એટલે પિતાદિની ખાતરી માનવી પડે છે. વગર
ખ્યા ખ્યાલમાં ન આવે તેવી ચીજ કાર્યધારા માનવી પડે. તેમ અહિં પણ જન્મ અને કર્મ એ બેની પરંપરા છે. બીજ અને અંકુરાની જેમ પરંપરા છે એટલે બીજ વિના અંકુરા ન હોય અને અંકુરા વિના બીજ પણ ન હોય, તેથી અનાદિની તેની ઉત્પાદક શક્તિ માનવી પડે. જે બેમાંથી એકની શરૂઆત કરીએ તો બને નહિ. બનેની પરંપરા અનાદિની છે. કોઈની પણ આદિ કહી શકીએ તેમ નથી અને તેથી બને અનાન્નિા છે. પરસ્પર કાર્યકારણુવાળા તે બને છે. એટલે પ્રથમના બીને અંકુરા તે કાર્ય અને બીજા અંકુરાનું બી તે કાર્ય છે. તેમ અહિં શરીરધારાએ જન્મ માને છે કે નહિ ? અને જે માને તે કમજન્મની પરંપરા માનવી પડે. પ્રથમ કમ માને તો કમ વિના જન્મ થયે કેમ! કર્મ વગર જન્મ થાય તેમ નથી, કારણ છવ તે પ્રત્યક્ષ સિદ્ધ છે. હાય જે મૂર્ખ એમ નહિ કહે કે હું નથી. પણ સર્વ કોઈ હું છું એમ જ કહેશે. સુખ દુઃખી પણ સર્વ કોઈ કહે છે તેથી જ જન્મ છે એ માનવું પડે અને જન્મ તે કર્મ વિના હેય નહિ અને કર્મ તે પ્રથમના જન્મ વિના હોય નહિ. આવી રીતે જનમની પરંપરા અનાદિની છે અને તેથી છવ કર્મ દ્વારાએ અનાદિની રખડું પટ્ટી કરે છે. જેમ બીજ અને અંકુરાની પરંપરા અનાદિની માનવી પડે છે તેમ કર્મ અને જીવની