________________
સાતમું ?
સદ્ધમપરીક્ષક માગણી, કે જે સંસારભરમાં રખડાવનાર છે, આથી ભીંત જ ભૂલ્યો છે. મનુષ્યપણું મેળવ્યા પછી ધર્મની સાધના રાખી, છતાં માન્યતા એક સરખી રહે પણ બુદ્ધિ ક્ષયે પશમની વિચિત્રતાને લીધે જુદી રહે છે. બારમે ગુણઠાણાને છેડે શ્રુતજ્ઞાનનું કેટલું જ્ઞાન હોય ? તે અષ્ટ પ્રવચનમાતા જેટલું જ હોય. કેવળજ્ઞાન થવાના પ્રથમ સમયે કોઈને ત્રણ ચાર પણ હોય એટલે બુદ્ધિની તીવ્રતા મંતા બારમાના છેડા સુધી હોય, અને તેથી એથે કે પાંચમે ગુણઠાણે બુદ્ધિની તીવ્રતા મંદતા હોય તો તેમાં આશ્ચર્ય શું ? જઘન્યથી બારમે કેટલું જાણે તે અષ્ટ પ્રવચનમાતાનાં નામ માત્ર, આખું તેનું અધ્યયન નહિં. કેટલાકો એમ કહે છે કે તેનું અધ્યયન પણ જાણે, અહિં તે નામ માત્રજ બારમે છેડે કોઈક જાણે. એટલું હોય તો પણ ક્ષીણમોહનીય હોય. અહિં બારમાના છેડા સુધી જ્ઞાનની તીવ્રતા અને મંદતા હોય. એટલે ત્રણ અને ચાર જ્ઞાનવાળા અને શુદ્ધ કેવળી તેમજ અષ્ટ પ્રવચન માતાના નામ માત્રવાળે પણ બારમાને છેડે હોઈ શકે. ધર્મ સાધવાને તૈયાર થયેલા મનુષ્યમાં તીવ્રતા મંદતા હોય તેમાં નવાઈ નથી. અને તેથી શાસ્ત્રકારે ત્રણ પ્રકાર કર્યા, એટલે બાલ, મધ્યમ અને બુધ પણ હોય. એક જ પ્રકારના હોય એ નિયમ નથી. નવમાથી શ્રેણીની શરૂઆત કરે તેને પણ વિચાર એ જ હોય કે મારાથી બીજા જીવને વિરાધના ન થાય. જેમ અન્નક મુનિને દેવે ઉછાળ્યો છે. કેવી રીતે? જાણે ફેંકીને, અને તેથી લોહીની ધારા અપકાય ઉપર પડે છે અને તેથી જીવની વિરાધના થતી હોવાથી તેમને આત્મા કંપે છે. આવી પર જીવ ઉપર અનુકંપા છે, તેથી ધર્મને સાધવાવાળા સર્વ જીવો સરખા ન હોય.
જમાલીના મતે નવે તવામાં મુશ્કેલી. બધા બુધ ન હોય, જુદા જુદા હોય તેથી તે ઓળખવા શી રીતે ? તે બાળક હોય તે સંગિકે રિવાજોને જોઈને ધર્મને માને, શારીરિક સંયોગોને જોઈ વિચારીને ધર્મને માને તે મધ્યમ, અને