________________
ડાક
[ વ્યાખ્યાન વિચાર ન કરે તેથી અસંસી કહેવો પડે. ગુલામી એટલે શેઠની અનુજ્ઞાએ ચાલવું. શેઠનું હિત જેમાં થાય તેવું વર્તન કરવું, પોતાના હિત અહિતની દરકાર કર્યા વિના શેઠના કહેવા પ્રમાણે વર્તવું તેનું નામ ગુલામી. તેમ અહિં આત્મા ધન કુટુંબ અને બાયડી છેકરાની ગુલામી કરે છે, તેનું હિત તપાસે છે પણ પિતાનું હિત ન જુએ અને તેથી તે જાનવરનો અવતાર છે એમ માનો. જેમ આપણા ઘરે ગાય કે ઘોડે હોય તે ચાર ચરે, દૂધ આપે અગર ભાર વહે અને છેવટે જિંદગી ખતમ કરે, તેમ અહિં આપણે કુટુંબમાં જાનવરરૂપ છીએ. કારણ વેઠ કરીને દહાડા પૂરા કરીએ છીએ. ગાય કે ઘોડે પોતાનું હિત ન જુએ પણ દૂધ આપે, કામ કરે અને જિંદગી પૂર્ણ થયે જાય, તેમ આપણે પણ ગુલામ જ છીએ. ગાય ઘડે તે એક ઘરને ગુલામ, પણ આપણે તે અનેક ઘરને ગુલામ છીએ. કારણ પિત્રાઈ-કુટુંબ સંબંધી દરેકની વેઠે કરીએ છીએ અને છેવટે મરી જઈએ છીએ પણ કંઈ મેળવતા નથી માટે કંઈ ફરક નથી. તેથી જેઓ પુણ્ય પાપને વિચાર ન કરે. આત્મકલ્યાણને વિચાર ન કરે, તેમ જ જન્મ-મરણની ભીંતમાં કાણું ન હોય એટલે જન્મની પ્રથમ દશા અને મરણ પછીની દશા ઉપર ધ્યાન ન રાખે, તે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં શાસ્ત્રકાર કહે છે કે તે અસંજ્ઞીજ છે, પછી તે કઈ પણ ગતિવાળા હોય. અને તેથી દષ્ટિવાદ્યપદેશિકી સંજ્ઞાના હિસાબે અમે સંની જુદા કહીએ છીએ. સંજ્ઞી કોણ? જેઓ ધર્મ, પુણ્ય, પાપ, જીવાદિ તત્તને સમજે કે જાણે તે જ સંસી હોઈ શકે. જેને ધર્મને કે પુણ્યપાપને વિચાર નથી, આત્મકલ્યાણને વિચાર ન હોય તે સંજ્ઞી ગણાતા જ નથી, મનુષ્યપણું એક અપૂર્વ ચીજ છે તે આપણને મળી, છતાં તેનાથી સાધ્ય ન સાધી શક્યા. તે પછી અઠ્ઠમ કરી દેવની આરાધના કરી અને વરદાન માંગવા જણાવ્યું હોય અને ચિન્તામણિ પ્રાપ્ત કરવા છતાં માંગવા વખતે બાવળીયે ભાગીએ તે શું કહે ? જેમ દુર્લભ મનુષ્યભવ મળવા છતાં છેવટે વિષયોની જ