________________
પાંચમુ
સંધમ પરીક્ષક
થાય તેવું. હવે તેવું સુખ છે કયાં તે વિચાર્યું ? હીરાની ઇચ્છા હોય તો ખાણ તરફ જવું જોઈએ. પ્રથમ ખાજીને ખ્યાલ ન હોય તે ધીરે કયાંથી મળે? દુઃખ ન થાય, નાશ ન પામે અને સંપૂર્ણ તેવું સુખ છે કયાં? સ્થાનના નિશ્ચય વિના ઉપાયનો નિશ્ચય કરે કોણ? ઉપાય નિશ્ચય વિના પ્રવૃત્તિ પણ કોણ કરે? ધન માલ મિલકત આદિ જે દુનિયામાં મેળવે છે તેના માટે સર્ટિફિકેટ છે કે તે મૂકી જવાનું. તે (મૂકાવવા રૂપે કાયદે આડે આવશે. જે કઈ વસ્તુની પ્રાપ્તિ આ દુનિયામાં કરી તે સર્વે મેલી જવાનું, પણ લઈ જવાનું નહીં. ધનમાલરૂપ જે સુખનાં સાધને તે તો મૂકી જવાનાં છે એટલે પાછા નિરાધાર બન્યા. વળી કહીએ છીએ કે “ નિ દિકરિ રુ એટલે કરડે ભેગા કર્યા અને મમ્મણ શેઠ જેવાએ આજે ભેગા કર્યા, તાં રહે તો ઘરે. બે દિવસમાં કોઈની સાથે એવી મહેબૂત થાય છે કે તે વળાવવા આવે પણ આ દ્રવ્ય તો મરતાં સમયે ઘરે જ રહે છે. જેની પાછળ તમાએ તમારી જિંદગી વેડફી નાખી છે. “આવજે' કહેવા પણ નથી આવતું. હવે તે જડ છે એટલે ન બોલે પણ ચેતન હોય તો વિચારેને. તે માટે કહે છે કે “ના વિશ્રામમૂક:”સ્ત્રી ચેતન છે એટલે તે પણ એક આવે કે પાછી વળે. ચકલાથી પાછી જ કરે. સ્ત્રી સુખદુઃખની ભાગીદાર છે. આબરૂની ભાગીદાર તે નહિ પણ કુટુંબ છે. ખાવા પીવાની ભાગીદાર સ્ત્રી છે. “અમારું કુળ વંશ કે કુટુંબ” કહેનાર તો કુટુંબી જ નીકળે, પણ તે સ્મશાન સુધી જ આવે. હવે તે કોઇક આબરૂના-ભોગના ભાગીદાર છે પણ સુખ દુઃખના ભાગીદાર કોઈ નથી, અંગુઠો કપાય તેની વેદનાનું ફળ તે માત્ર શરીર જ ભોગવે. ધન, સ્ત્રી કે કુટુંબ ન લે.
શરીર તે જન્મથી જોડાયું અને મરણની છેલ્લી ઘડી સુધી રહ્યું અને છેવટે ચિતામાં બળી ગયું, બધામાં મતભેદ છે. એટલે પુણ્ય પાપ માને અને ન પણ માને, પણ મેલવું એમાં મતભેદ નથી. નાસ્તિક પણ સમજે છે કે જે મેળવ્યું તે મેલવાનું જ છે. આપણે ધનમાલ કુટુંબ