________________
૫૪
{ વ્યાખ્યાન એટલે પદગલિક પદાર્થોને જ જુએ છે. હવે પોતાને જતા નથી. હિવે પિતાને જોઈ શકે ક્યારે ? ધર્મિષ્ટ થાય તે જ પિતાને જોઈ શકે. હવે અહીં ધર્મિષ્ટ પ્રથમ થવું જોઈએ. ગણધર મહારાજા સુધમ સ્વામીજીએ જ્યારે અંગેની રચના કરી ત્યારે પ્રથમ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું પ્રથમ સત્ર રચ્યું. હું બીજેથી આવીને અહિં ઊગે એ ખ્યાલ ધરાવવાવાળા જ બહુ જ ઓછા છે. હવે કેદ અને મહેલમાં ફરક કેટલો? કેદમાં જગતને જોવાનું ન હોય. જે કે તેમાં ઓરડા–ઓરડી, બારી-બારણું સર્વ હય, છતાં જગતની સાથે વ્યવહાર ન હોય. અને જ્યાં જગતની સાથે વ્યવહાર હોય તેનું નામ છૂટાપણું અને તે જ મહેલ કહેવાય. હવે આ આખું જગત જન્મમરણની ભીંતના વચ્ચે કેદ થયેલું છે. તે ફકત જન્મમરણના આંતરાને જ દેખે છે. જાનવર હેય કે મનુષ્ય હેય તે આગળને વિચાર કરે પણું તે મેત સુધીને પરભવમાં શું થશે તેને વિચાર જગતમાં કઈ નથી કરતા. જુવાની-ઘડપણના આદિ સર્વ વિચારો કરાય પણ તે જન્મમરણની ભીંત વચ્ચેના સમજવા. તેની બહારના વિચારે આવ્યા નથી અને આવતા નથી તે માટે સુધર્મસ્વામીજીએ ઢંઢેરો પીટ કે જે તમે કેદી તરીકે ન હો, સદ્ગહસ્થ તરીકે છે તે બહાર જવાની છૂટ, અર્થાત કર્મરાજાની કેદમાં ન હ તે જન્મમરણની ભીંતની બહાર જુઓ એટલે અંહિ હું કયાંથી આવ્યો ? અને હવે મરીને પછી હું કયાં જઈશ આવી રીતે જે જુએ તપાસે તે જ જાણકાર. આવાને સુધર્મસ્વામીજી જાણકાર કહે છે. જન્મમરણના પહેલાંની સ્થિતિ ઉપર જેની દષ્ટિ જાય તે જ જાણકારસ્થળને નિશ્ચય ન થાય એ કબૂલ, પણ બીજા ચિહ્નોથી માણસ જાણી જોઈ શકે કે હું આ ગતિમાંથી આવેલ છું અને અમુક ગતિમાં જનાર છું. આ વિશેષ જ્ઞાન ભલે ન હોય પણ આટલું જ્ઞાન તે જરૂર હેવું જોઈએ કે હું કયાંથી આવેલ છું, અને કયાં જવને છું અરે ! અહિં ભાડુત તરીકે આવેલ છું.