________________
ષોડશક
[ વ્યાખ્યાન .
કોલસા છે તેમાં અગ્નિ નાખીએ તે કલસા જ બળશે, પણ રાખડો નહિ બળે. કારણ કે અગ્નિનો સ્વભાવ છે કે નહિ બળેલાને બાળવું, તેમ ઉપદેશકોને સ્વભાવ છે કે–નહિ સિદ્ધ થયેલાની સિદ્ધિ માટે જ ઉપદેશ આપવો. તેમ અહીં આ મનુષ્યપણુ સુધી કુદરતે લાવી દીધા. તેમાં આવતાં કેટલી મુશ્કેલિતા આવી છે તેને ખ્યાલ કરી, તેમાં આત્માની ઋદ્ધિ જાણું તેને સદુપયોગ કે દુરુપયોગ સમજવા સાથે વ્યવસ્થા કરતાં શીખીએ તો જ ખરા માલિક ગણાઈએ.
મળેલી મહેરમાં પણ ત્રણ વર્ગ કુદરતે જેને સાધન મેળવી આપ્યાં, તેમાં ત્રણ કલાસના વિદ્યા થઓ હેય. જેમ કલાસમાં ત્રણ વર્ગ હેય. તેમ અહીં કુદરતે જેના ઉપર સંપૂર્ણ મહેર કરી છે, તેનામાં પણ ત્રણ વગ છે. બાળ, મધ્યમ બુદ્ધિ અને બુદ્ધ એમ ત્રણ વર્ગો છે.
લિંગ, વર્તન અને તત્વથી બાળદિ. કોઇને બાલ કે મધ્યમ રહેવું નથી ગમતું. સહુને બુધ કે પંડિત થવું ગમે છે. બાળકોને કહે, તે સમજીને આત્મા તે સ્થિતિમાં છે કે નહિ તે વિચારો. તેવી જ રીતે મધ્યમ બુદ્ધિવાળા અને બુધ કોને કહેવા તે વિચારે. દ્રષ્ટા અને દર્શનીયના સ્વરૂપના અંગે વિચારીએ તો બાહ્ય વર્તનના અંગે વિચારનારા બધા બાળક: . શારીરિક પ્રવૃત્તિ દ્વારા વિચારનારા તે “મધ્યમ અને તત્વ દષ્ટિએ વિચારનારા તે “તત્વનું ” એટલે ઉત્તમ તરીકે ગણાવ્યા. આ બધા દર્શનીય તરીકે જોયા. દેવ, ગુરુ અને ધર્મને અંગે બાહ્ય પ્રવૃત્તિ આદિ જોઈને જે ગણું લે, તે દર્શનીય પદાર્થને અંગે બાળ, મધ્યમ અને ઉત્તમ પણ એ રીતે કહેવાય. હવે સ્વરૂપે ગણીએ તે કેવી રીતે ? ધર્મમાં લિંગ, વર્તન અને માર્ગદ્વારા એ પરીક્ષા છે. તેમાં ગુરુ અને દેવમાં પણ સમજવું એટલે દેખવાની જે ચીજ તેની અપેક્ષાએ ભેદ થયા. હવે દેખનારાઓની અપેક્ષાએ ભેદ પાડીએ. જેમ લીલા કાચના ચશ્માં પહેર્યા હોય તેથી તે ચીજો લીલી દેખાય. અહીં