________________
૩૪
ડશક
વ્યાખ્યાન
કેમ બને છે ? તે ધર્મ ઇષ્ટ છે, પાપ અનિષ્ટ છે. હવે તે ધર્મને કરી શકે કે નહિ, પાપને છેડી શકે કે નહિં તે વાત જુદી. આર્ય મનુષ્યમાત્રને ધર્મ ઇષ્ટ છે. પાપ અનિષ્ટ છે તે ચેકસ થયું. આચરણ સહાય જેવું કરતો હોય તે જોવાનું નથી, પણ માન્યતા તે ઉપર પ્રમાણે છે. આમ છતાં બધાં ધમી છે તે ન કહી શકાય, પણ ધર્મને સારો ગણનારા છે. ધમને સારો કેવી રીતે ગણે ? શ્રેણિક રાજાની સભામાં લોકો વાત કરે કે, “ લોકે અધમ થયા, પાપ કરતાં ડરતા નથી, ધર્મનું નામ પણ નથી.” ત્યારે અભયકુમારે કહ્યું કે આ લોકો માત્ર સફાઈની જ વાત કરે છે. પછી વિચાર્યું કે એક વખતે સ્વપ્નમાં “હું રાંડચો ” એવું મને લાગ્યું, એટલે બાયડી કહે કે હું મારી એના કરતાં તમે જ મને ! અહિં દુનિયા અધર્મી છે, એટલે હું તો ધમી ને ! અભયકુમારે કહ્યું કે જૈનધર્મને મુદ્દો એ છે કેપિતે પાપથી વિરમે ન હોય ત્યાં સુધી તે પિતાને પાપી જ ગણે,
આ વિચાર નથી આવતું તેથી પિતાને ધમ માને, અને લોકોને પાપી માને છે તે વાત સમજાવવી કેવી રીતે? માટે એક કોયડા કર્યો. એટલે અભયકુમારે કહ્યું કે પાપી ડા હોય છે અને ધમી ઘણુ હોય છે. પ્રધાન તરીકે અહિં અભયકુમાર છે. એટલે બે માસ ગયા પછી લકે કાર્તિક માસે ઓચ્છવની ઉજવણી કરવા જાય છે. ત્યાં બે મહેલ રંગાણ. એક સફેદ, બીજે માળે. જે લોકો ધર્મિષ્ટ હોય તે સફેદમાં જાય અને અધમી હોય તે કાળામાં જાય, એમ જાહેર કરાયું. બધા ધળા મહેલમાં ગયા. ફક્ત ચાજ શ્રાવક કાળા મહેલમાં ગયા. અહિં ખેતીવાળો સફેદ મહેલમાં ગમે છે. તેને ધર્મ માટે પૂછ્યું, તે કહે છે કે ખેતી કરવાથી અનાજ થાય તે લેકે ખાય અને જીવે છે તે ધર્મ છે, ખાટકી આવે તેને પૂછયું કે તું અહિં કેમ ? તે હિંસક પ્રાણું એટલે માંસાહારી પ્રાણીઓનું હું પિષણ કરું છું, નહિ તે તેમનું શું થાય ? હવે ચેર આવેલ તેને પૂછયું કે તું કેમ ધમપણામાં આવ્યો ? તો દરેકને ઉપકાર મારે છે. કારણ