________________
૩૨
ષોડશક
[ વ્યાખ્યાન
બાળ સંતાન છે, કોઈ બીજું છે નહીં, “ભગવાનને ગમ્યું તે ખરું? હવે અહીં મિથ્યાત્વીના પરિચયમાં આવવાથી મિશ્રાવી ન થયા પણ સંસ્કારો લીધા. કહે કે મૂંડાંમાં જ ભગવાનને આગળ કરવા છે. પરણાવવામાં પંડને આગળ ધરે. જાણવામાં સ્ત્રીને આગળ કરે છે. અહીં જૈનમતમાં પિતાની કરણી માટે પોતે જ જવાબદાર છે, તેમાં ઇશ્વરને કંઈ સંબંધ નથી. હવે તમે કહેશે કે– જે ઇશ્વર કંઈ સુખ, દુઃખ કે સદ્ગતિ કે દુર્ગતિ નથી કરતા તો પછી તેને માનવે શા માટે?
તીર્થકર મહારાજ કુમાર્ગ, સુમાર્ગને બતાવે
માસ્તરે સ્કૂલમાં જે શિક્ષણ આપે છે તે શા માટે? માસ્તરનો અધિકાર શિક્ષણ આપવાને અને તે પણ ઉત્તમ. પણ પછી જીવનનિર્વાહ કેમ કરે તે વિદ્યાર્થીને અધિકાર છે. માસ્તરે તે ઉપાયો કીર્તિ મેળવવાના કહ્યા હતા, પણ વિદ્યાર્થી પછી કીતિ મેળવે કે અપકીર્તિ મેળવે, તેમાં માસ્તરની જવાબદારી ન ગણાય. સૂર્ય કે અજવાળાની જવાબદારી કેટલી ? કાંટો કે કાંકરાને બતાવી આપે તેટવી, પણ તે ત્યાંથી ઉપાડી બીજે ન મૂકે. ખાડે, ટેકરો કે કૂવે આદિ તે બતાવે, પણ તેનાથી દૂર રહેવું કે બચવું, એ કામ દેખનારનું - છે. તેમ અહીં ત્રિલોકનાથ તીર્થંકર મહારાજ માસ્તરની જેમ કુમાર્ગ, સન્માર્ગ બતાવે, અને તેના ફાયદા જણાવે.
બલવાનું ડહાપણુ એટલે મેકાણુ વાલવા બેઠેલી બાઈ - બોલવાનું ડહાપણ સહુને આવડે. હવે ચેરીને માલ પકડાયો અને કેટે પણ વાત સાચી માની, છતાં ગુનેગારે તે પોતાને બીનગુનેગાર કહી, પુરાવા વકીલને જ ભળાવે છે, એટલે કોઇપણ વચનથી દેવાળિયો થવા માંગતા નથી, આજે ભીડ પડી છે પણ કાલે તો આપીશ” એમ કહી વચનની શાહુકારી તે લોકોએ રાખી છે, તેમ સન્માર્ગને ઉપદેશ તો સર્વ કઈ આપે જ છે. ઉન્માર્ગે જવા કોઈ મનુષ્ય પ્રેરશે નહિ, માટે દુનિયામાં તે સર્વે કોઈ પ્રકૃતિ ઉપર