________________
ત્રીજું ]
સદ્ધમપરીક્ષક
-
ર૭
મૂળ ભેદ ક્યાંથી? ચસ્માથી છે. કારણ? જેવા ચસ્મા તેવા પદાર્થો દેખાય. તેમ અહીં બાળ, મધ્યમ અને બુધ એ ત્રણમાં જે ફરક હેય તો દર્શનીયમાં ફરક થાય. હવે બાલકાદિ ત્રણનું સ્વરૂપ કેવું ગણવું ? તો તે માટે જણાવ્યું કે દષ્ટિપ્રધાન બાલક હોય, તે લિંગકારાએ પરીક્ષા કરે. મધ્યમ બુદ્ધિવાળો વિચારપ્રધાનવાળો હોય અને તત્વવાળે તો માર્ગ ઉપર દષ્ટિ રાખી પરોક્ષાપ્રધાન હેય તેથી બુધ ગણાય. આ ત્રણ ભેદ સ્વરૂપે પાડયા. દર્શનપ્રધાન માટે બાળ, વિચારપ્રધાન માટે મધ્યમ અને પરીક્ષાબુદ્ધિ હેવાથી બુદ્ધ. હવે તે ત્રણ શું? લિંગ, વૃત્ત અને તાવ એ ત્રણ દર્શનીયના ભેદે છે, તેમ અહીં દર્શન, વિચાર અને પરીક્ષા એ ત્રણ ભેદો શી રીતે? તે અંગે સમજાવાશે.
* વ્યાખ્યાન : ૩ તેર કાઠિયા જાણ્યા વિના તેનાથી બચવું મુશ્કેલ
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ પડશક પ્રકરણને કરતા થકા આગળ જણાવી ગયા કે જે કોઈ ભવ્ય જીવ આ મનુષ્ય ક્ષેત્રમાં આવી પંચેન્દ્રિય, સંસીપણું, ઉચ્ચ કુળ, દેવ, ગુરુ અને ધર્મની જોગવાઈ પામેલ છે તે હવે તેર કાઠિયાઓથી ઘેરાયેલો ન હેય, તે જ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષામાં જોડાય. અને તેના સ્વરૂપને જાણે પણ ખરા. સામાન્ય રીતે “તેર કાઠિયા” એ શબ્દ. આપણામાં પ્રસિદ્ધ છે, પણ તે કયાં? એ પૂછે તો કહેવા કોઈ તૈયાર નથી. અરે ! ડગલે ને પગલે તેને વ્યવહાર કરતા હોઈએ, પણ તેને ન જાણું છે. તે ન જાણુએ ત્યાં સુધી તેનાં નિવારણને ઉપાય શી રીતે ? જેમ ગ્રહ જાણ્યા વિના તેની પીડાથી દૂર રહી શકીએ નહિ, પણ જ્યાં ગ્રડા જ ન જાણતાં હોઈએ ત્યાં શું થાય? તેમ કાઠિયાએ માથા ઉપર આવીને રાજ્ય કરી જાય ત્યાં