________________
૧૮ .
ષોડશક
[ વ્યાખ્યાન તેમાં જ ભટકવાનું થાય છે અને ભેગા થવાનું બને છે. આથી કંધરૂપે ભેગા થવાય છે. બસ માઈલનો દરિયો હોય અને તેમાં પૂર્વ–પશ્ચિમ બે બાજુએ દેડકાં બે મૂક્યા હોય તે ક્યારેક ભેગાં થાય, પણ આ અનંત લોકના છો ભેગા કેવી રીતે થાય ? જે લોકો છે જ ન હેત તો આગળ ને આગળ ચાલ્યા જાત અને ભેગા ન થાત, પણ કહે કે ભેગા થવાનું બને છે, સ્કંધરૂપે થવાય છે. એટલે માને કે મર્યાદા કરનાર પદાર્થ કોઈ છે. શાની મર્યાદા? તો ગતિની. જે ગતિની મર્યાદા કરે તે પછી સ્થિતિની મર્યાદા કરનાર પણ કોઈક બીજો પદાર્થ જોઈએ. ગતિની મર્યાદા કરનારનું નામ જ્યારે ધમસ્તિકાય છે, ત્યારે સ્થિતિની મર્યાદા કરનારનું નામ અધમસ્તિકાય છે.
અજીવતવની શ્રદ્ધા એ સમ્યક્ત્વ આ ધર્માસ્તિકાયાદિ ભેદરૂપે અજીવને માને ત્યારે જ સમ્યકૂવ સાચું ગણાય, નહિ તે સામાન્ય અજીવને માનનાર તે દરેક દર્શનકાર છે, પણ આવી રીતે-ધર્માસ્તિકાયાદિ પાંચ જડ પદાર્થોને પણ અજીવતત્વ તરીકે માને ત્યારે જ સમ્યકૂવી ગણું શકાય. જેમ કાચના ટુકડાને હીરો કહેનાર છોકરે ઝવેરી ન ગણાય, તેમ ઘટપટાદિ પદાર્થોને અજીવ માનનારે સમ્યફૂલી ન ગણાય. તવે કરીને પદાર્થનું શ્રદ્ધાન વાસ્તવિકપણુએ–સ્વરૂપે કરી પદાર્થોનું શ્રદ્ધાન તેનું નામ જ સમ્યક્ત્વ છે. નામ માત્ર કરી સમ્યક્ત્વ ન હોય. અર્થાત ધર્માસ્તિકાયાદિ ભેદ એ કરી અછવ પદાર્થોનું શ્રદ્ધાન થાય તો જ સમ્યફ વ. જીવ અને અજીવ એ બે પદાર્થોનું સ્વરૂપ જુદું અને નામ પણ જુદું છે. જેમ હીરાનું સ્વરૂપ જુદું અને નામ જુદું અને કાચના ટુકડાનું નામ પણ હીરારૂપે જુદું.
વિરમે નહિ તે ડૂબે દરેક આસ્તિક દર્શનવાળા સુખના સાધનને પુણ્ય માને અને દુઃખના સાધનને પાપ માને એમાં બે મત નથી, તેમજ ફરક પણ નથી. જેવો છવના સ્વરૂપને અંગે ફરક હતો તેવો સ્પષ્ટ દષ્ટિએ