________________
બીજું ] સદ્ધર્મપરીક્ષક
૨૧ કર્મનું કારણ છે. પાપથી ન વિરમાય તેથી કર્મબંધ. જે અન્યમતના હિસાબે ' કરશે તે ભરશે” એમ લઈએ તે આખી જૈન “થીઅરી', મરી જાય.
નિગાદિ હિંસાનું કારણ ન બને નિગોદની વાત ઊડી જાય. નિગદની વાત ત્યારે જ કબૂલ કરાય કે “વિરમે નહિ તે કમબંધ કરે એમ થાય ત્યારે. અનાદિના નિગોદિયા જીવની કાયા સુક્ષ્મ છે. ઍની કાયામાં કેવળજ્ઞાનીની કાયા પણ બનીચ' ગણાય. અહીં અપેક્ષા ધ્યાનમાં રાખજો. કેવળી મહારાજની કાયા અયોગીપણામાં હોય, તે પણ તેનાથી જીવની વિરાધના થાય. ભલે પછી પિતાના પ્રયોગથી વિરાધના અટકેલી છે, પણ આ સૂક્ષ્મ નિગદની કાયા કાઈના ઘાતમાં કારણ ન બને. અજવાળું કોઈને ધક્કો ન મારે. તેનાં પુદ્ગલો આપણું બહારનો પુલોથી બારીક છે એટલે ધક્કો લગાડી શક્તાં નથી. તેમ આ સૂક્ષ્મ નિગોદના જીવનાં પુગલે કેની અથડામણમાં આવે નહિ અને બીજાની હિંસા પણ ન જ કરી શકે. આવી ઉચ્ચ સ્થિતિ કાયા જે કોઈની હોય તો તે સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. કારણ? તેનાથી પર છવોની હિંસા ન થાય. તેમ બીજા જીવોને હિંસાના કારણુરૂપ પોતે ન જ બને. આ વાત સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઘટે. બીજામાં તે પોતે હિંસા કરે અને હિંસાના કારણ પણ બને. આથી ઉચ્ચ કાયાની સ્થિતિ માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. આવી સ્થિતિ કેવળી મહારાજ અયોગી થાય ત્યાં પણ નથી, તે પછી આવી એકેન્દ્રિયની સ્થિતિમાં-નિગોદમાં કેમ પડી રહ્યા છે ?
પુણ્યબંધ શામાં ? વચન, મન તે છે જ નહિ અને કાયા તે સૂક્ષ્મ છે. એટલે કરે તે ભરે ” એ ઇતરના મતે તે આ અતિઉચ્ચ ગણાય, છતાં નીચેના સ્થાનમાં કેમ ? જૈન દર્શનકાર તો મિથ્યાત્વની માફક અવિરતિપણાને કમબંધનું કારણ માને છે. સર્વ દર્શનકારો પાપને માને છે