________________
પહેલું
સદુધમપરીક્ષક ઉપયોગી ગણાવ્યાં, પણ તેના મૂળાડિયાં શું કામ લાગે? કહે આને શું કહેવું? મૂર્ખના સરદાર સિવાય શું કહેવાય ? આ થડ, પાંદડા કે ફળ કોના પ્રતાપે ? કહે કે મૂળાડિયાના પ્રતાપે જ. તે ચારમાં મૂળાડિયા નકામાં કહેનારો મૂર્ખ ગણાય. તેમ અર્શી ખાવાપીવામાં કામ ન લાગે તે આ ધર્મ છે તેથી તે નકામો છે એમ કહેનાર મનુષ્ય મૂખ છે, પણ તે નથી સમજતો કે ખાવા પીવા કે ઓઢવાના સંજોગે અનુકૂળ કરનાર કોણ? કહે કે પુણ્યના પ્રતાપે. એટલે જ ધમ: તમે તપાસો તો ખાતરી થશે કે પુણ્યના પ્રતાપ વિના કેટલાક જીવો ખાવા પીવા વિનાના, અરે ઓઢવા પાથરવા વિનાના હોય છે. શાથી? કહો કે પુણ્યની ઓછાશને લઈ વસ્તુની પ્રાપ્તિ થઈ નથી. આથી દુનિયામાં જરૂરી ચીજ ધમ અને પુણ્ય જ છે.
' પરભવની બેંક કઈ? શાસ્ત્રકાર કહે છે કે જેમ વિલાયતમાં બેન્ક હોય છે તેથી અહીં રૂપિયા ભરો કે ત્યાંની સ્લીપ મળે. પરદેશી બેન્કો નાણાંની હેરફેરી કરવામાં સફળતા મેળવે છે. તેમ આ ધર્મ એ પણ પરદેશી બેંકની જેમ પરભવની બેંકરૂપ છે. અને જે પરદેશી બેંકમાં નાણાં જમે ન કરાવે તે વ્યાપાર ન જ કરી શકે. તેમ આ ધર્મ એ પણ પરદેશી બેંક પરભવ માટે છે. તેમાં જેટલું જમે તેટલું જ મલવાનું છે, માટે આ જીવને અંગે પુણ્ય એ જ પરભવની બેંક છે. તે વિના પરભવની બેંક જ નથી. અમુક દેશનું નાણું ભેગુ થયેલું જમે કરાવ્યું હોય તો જ ત્યાં મળે. હવે પુણ્ય, પાપ, સ્વર્ગને નરકાદિ કેટલાક માનનારા છે અને કેટલાક માનનારા નથી, પણ ઉઠાંતરીમાં મતભેદ નથી. એટલે દરેક જીવને મરવાનું છે એમાં મતભેદ નથી. હવે કહે કે અહીં કાયદે છે–જેમ અમેરિકામાં સેનાની લેવડદેવડ બધી ત્યાં કરે પણ બંદરે તો પ્રતિબંધ. એક તેલ પણ એનું લઈને ન જ આવવા દે. જેમ