________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સજ્જન એ વિચારે કે આ મોહ કેવો જબરજસ્ત છે કે પ્રભુ વીર જેવાને પણ હચમચાવી દે છે. અરે, અભિમાને તેમને પણ થાપટ લગાડી અને પ્રરૂપણામાં એક વચન ચેખું ન બોલાયું તેમાં તે આ તીર્થકરને જીવ કોડા ક્રોડ સાગરોપમ સુધી ભમે, તો પછી આપણે બોલવામાં ઉપયોગ રાખવો એમ સજ્જનો વિચારે, ત્યારે દુર્જન વિપરીતપણે વિચારે. હવે ઘુવડો, દુજને લપ્પડ મારે તેથી સૂરજે પોતાને પ્રકાશ બંધ કરવાનું ન હોય, પણ તે તે પોતાને પ્રકાશ આપે જ. તેમ દુર્જન સારી અને સાચી વસ્તુને દુરુપયોગ કરે તેથી સજ્જનથી સારી વસ્તુને સારાપણે કહેવાનું બંધ કરાય જ નહિ.'
ધર્મને પૂર્ણપણને અખતરો - અહીં આવો અહંકાર કરનાર, મેહમાં રાચનારે જીવ અધમ દશામાંથી જ્યારે ધર્મના પ્રભાવે તીર્થંકરપણું પામે તે તમે આવો ધર્મ કરવાવાળા ન થાઓ તે પછી તમારા જેવા બેનસીબ કોણ? હવે પ્રભુ વીર ચાહે તેવા દુર્ગણવાળા હતા અને તેમણે તે જાહેર કર્યા તે એટલા જ માટે કે ધર્મનું મહત્ત્વ બતાવાય. અહીં જિનેશ્વર મહારાજા ધર્મને અખતરે મૂકે છે તે પૂર્ણપણાને અખતરો છે.
મૂળસ્થિતિથી છેલ્લી સ્થિતિ સુધીની રીતિ - વળી તે ધર્મ કિંમતી છે. કુંભાર ઘડે બનાવે તેમાં કઈ માટી, તેની મેળવણ, રંગ આદિ સર્વ બતાવે. મૂળ સ્થિતિ પણ જણાવે. અર્થાત સભા સમક્ષ અખતરે મૂકનારે મૂળસ્થિતિથી છેલ્લી સ્થિતિ સુધીની રીત જણાવી. તેમ અહીં તીર્થકરે મૂળસ્થિતિથી યાવત તીર્થ કરપણાની સ્થિતિ સુધીની વાત જગતને બતાવી. તે શાથી? તે કહે છે કે-ધર્મના પ્રભાવે આ બધું બન્યું છે. હવે જે તમે ધર્મના રસ્તે નહિ આવો તે હજી રખડવું પડશે. દરેક તીર્થકરના ચારિત્રમાં નિગમ નામનું નિર્યુક્તિનું દ્વાર જણાવે છે. હવે સિદ્ધિ રૂ૫ ઊંચું સ્થાન જ્યારે તીર્થકરોને મળે ત્યારે જ તેઓ ધર્મને સભા સમક્ષ મૂકે.