________________
૧૨૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સ્વયં સુંદર અને બીજાને પણ સુંદર બનાવનાર સમ્યગ્દર્શન
આવી રીતે દુઃખનાં કારણે જણાવ્યાં અને સુખના કારણમાં આત્મામાં રહેલી ત્રણ ચીજો જણાવી. કઇ? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ ત્રણ ચીજ છે તે સંપૂર્ણ સુખ દેવાવાળી છે. હવે એક ચીજ સ્વયં સુંદર છે. જે પોતે સુંદર છે અને બીજાને પણ સુંદર કરે તે સમ્યને. હવે જ્ઞાન અને ચારિત્ર સ્વયં સુંદર નહિ પણ દર્શનથી સુંદર બને. એ સુંદર કરનાર ચીજ નથી પણ સુંદર થનારી ચીજ છે. ઘઉંને લોટ ગોળ ભળવાથી મીઠે બને ખરે પણ એમાં સ્વતંત્ર મીઠાશ નહિ. ગેળના પાણીમાં કાંકરી ભીંજાવીને કાઢી લે તે તે કાંકરીમાં મીઠાશ ન જ આવે. હવે ઘઉં એવી ચીજ છે કે તે મીઠો થાય ખરો. ગોળ પોતે માઠો છે અને બીજાને માઠે બનાવે, તેવી જ રીતે દર્શન પણ પોતે સુંદર છે અને બીજાને પણ સુંદર બનાવે. આ કારણથી શાસનમાં એને સમક્તિ નામથી બોલાવાય છે. સમક્તિ શબ્દથી કોઈ સમ્યજ્ઞાન કે ચારિત્રને બેલાવાતાં નથી, પણ સમ્યગ્દર્શનને જ બેલાવાય છે. તેથી આ ચેથા અધ્યયનમાં સમ્યગ્દર્શનને અધિકાર લીધો. અને તેમાં જિનેશ્વરે શું જણાવ્યું તે હું કહું છું. સુધર્માસ્વામી પ્રભુ વીરના આડતિયા કે જૈનશાસનના?
અહીં તે કોણ? શું કહે છે ? તે કહે છે કે શાસ્ત્રકારે દરેક સૂત્રની આદિમાં “ગુર્થ છે બાકvi માવા દરેક સૂત્રની અદિમાં આવખુંએ લેવાય. આયુમાન ભગવંતે જે કહ્યું તે મેં સાંભન્યું અને તેથી “સે ચેમિ’ તે કહું છું અને તેથી ટીકાકાર તિનવનિ એમ લખે છે. હવે અહીં તીર્થકરોની બુદ્ધિને અનુસરી, તેમના ઉપદેશના અનુસારે કહું છું. પણ સ્વયં બુદ્ધિથી હું કહેતા નથી. દરેક પદમાં તે આયુષ્માન ભગવંતે જે કહેલ તે મેં સાંભળેલ છે ને તે જ હું કહું છું. આમ અર્થે સુસંગત લાગે છે, વ્યાજબી છે. હવે જે હું સાંભળનાર તે જ હું પોતે એમ સુધર્માસ્વામી જબૂસ્વામી આગળ કહે છે. કણે કરીને સાક્ષાત પ્રભુ વીરની પાસે સાંભળનાર અને તેમણે