________________
ઓગણચાલીશમું |
અધ્યયન ૪ : સમ્યફવ
૧૭૭
ના મમત્વને અંગે પણ પાપ જ મેળવ્યું છે. આ ચારે મેળવવામાં ધંધે તે પાપને જ કર્યો છે, માટે કહે છે કે-જીવ દુર્ગતિ તરફ ધસી રહ્યો છે. હવે તેને બંધ કરે એટલે લુચ્ચા સથવારોને રોકી રાખે તેનું નામ જ ધર્મ.
ધર્મ શાને અંગે જરૂરી છે? હવે ધર્મ શાને અંગે જરૂરી છે? તે કહે છે કે-દ્રવ્યને અંગેનહિ. તે તે છે કે રાજાની વાહવાહ કરે કે હાજી હા કરે તે પણ મળે. આ અંગે ધમ કરતા હો તે તેમ પણ નથી. એ તે વસ કે જાણે કરો તે મને. કુટુંબ કે કાયાને અંગે પણ ધર્મ કરતા નથી, એ પણ પરિચય અને ડાકટરથી નાડી સારી રહે, હવે આ ધર્મ ચાર વાનાં અંગે નથી, પણ તે છે ઃ દુર્ગતિને બંધ કરત્રા માટે, એટલે દુગતિ થતી રે કે તેનું નામ જ ધર્મ. નિયમપૂર્વક ચોવીસે કલાક નિત્ય વિચારવાનો ધમ.
હવે તેને ધર્મ કહે ? તે માટે અહીં જણાવે છે કે-ખુદ તીર્થકર મહારાજે જે સ્વાતંત્ર્ય, આઝાદી કે આબાદીને હક જણાવ્યું છે તે જ ધર્મ કયો ? જગતના સર્વ જીવોમાંથી કોઇને મારનાર, તાડન કરનાર, પીડા કરનાર, બળાત્કારથી દુખી કરનાર તરીકે હક નથી. આ તેમને મૂળ પાયો છે. આ પાયો કબૂલ કરવો જોઈએ. આનું નામ જ ધર્મ. વળી તે કદાચિકને નહિ. સામાયિબ્રદિ તે બે ઘડી રૂ૫, પૌષધ તે અમુક દિને કરે તે જ દિવસ પૂરતા. અતિથિસંવિભાગ વ્રત તે અમુક વખતે જ. આ સર્વ અમુક વખત પૂરતા છે. પણ આ ઢંઢેરો તેવી રીતે સમજવાને નથી કે અમુક દિને કે વર્ષમાં અમુક તહેવારે વિચારવો. આ ધર્મને તે નિયમપૂર્વક ચોવીસે કલાક નિત્ય વિચારવાનું છે. સામાયિકાદિની જેમ અનિયમિતપણે નહિ. ૧૨