________________
૨૪૪
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન ભૂલી ગાયના ઘરાક જેવું નહિ અહીં ગાયના ઘરાક જેવું નહિ. એક મનુષ્યને ગાયને ખપ હતું તેથી તે વેચાતી લેવા ગયે છે. એક લૂલી થયેલી ગાયની બહાર ખરીદી કરી પણ પોતે ફસાયે તેવી રીતે બીજાને ફસાવવા ગયા. ત્યાં સામાવાળાએ ઊભી કરી બતાવવા કહ્યું. ત્યાં પેલાએ કહ્યું કે મેં તે બેઠેલી જ ખરીદી છે. તેમ અહીં નથી. અહીં તે પ્રભુના વચને સાંભળેલા કે લખેલા કહેવાતા નથી પણ જેને જે સંશય હોય તે. કહી દેવો, સમાધાન કરવું એમ છે.
સાત તનું નિરૂપણ આ જે ઢઢરો હું કહું છું તે કય ? બળાત્કારના, પીડાના કે મારી નાંખવાના સંબંધમાં હું જે ઢંઢેરે કહું છું તેમાં કોઈ પણ. છવ કોઈને પણ મારે તે તેના પાપ બાંધે. પાપથી બચે કયારે ? આ ઢઢેરાના પરિણામ કહી તેની કબૂલાત આપે તો જ બચે. એવી કબૂલાત આપે ત્યારે જ સંવર ગણાય અને એ ઢઢેરે ન માનવે તેનું નામ આશ્રવ. જીવ, અજીવ, આશ્રવ (કર્મબંધનાં કારણે) બંધ ( આત્મા અને કર્મનું એકમેક થવું. ) એવી રીતે છવકર્મનું એકમેક થવાનું રહે તે સંસારમાં કર્મનાં પુદગલો જ ન રહે અને તેથી બાંધવાનું બને જ કેમ ? તે કહે છે કે-મહાનુભાવ, કઈ છે એવા છે કે જેમને કર્મને સંવર હેવાથી નવાં કર્મો લાગતા નથી. વારૂ, પણ લાગેલા તે છે ને ? વાત ખરી, પણ લાગેલા કર્મો અમુક મુદતે છૂટા પડે છે. દુઃખ ભોગવાતાં કર્મો છૂટા પડે તેનું નામ નિર્જરા કર્મો આવે, રેકાય, વેદાય અને છૂટા પણ પડે છે. જીવની એવી પણ દશા છે કે જેમાં કર્મનું આવવું નથી, બંધાવું નથી, રકવાની કે તેડવાની ક્યિા પણ કરવાની નથી પણ માત્ર આત્મસ્વરૂપ જ છે. એવી દશાનું નામ મોક્ષ છે.
શિષ્યાની શંકાના નિરસન માટે કહેવાતા તને આવી રીતે સાત તન જિનેશ્વર મહારાજને પ્રરૂપવા પડે છે.