________________
૨૬૨
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
એનાર્ટિસ્ટની ટુકડી પકડાય અને તેમાં કોઈ મેમ્બર વર્ષમાં એક દિન પણ હાજરી ન આપતે હેય છતાં તે ગુનેગાર ગણાય. જો કે તે રાજીનામું આપીને છૂટા થવાનું જાહેર કરે તે જ તે બિનગુનેગાર ગણાય.
- વિરતિ એટલે શું ? આ જીવ અનાદિથી પાપમય ટેળીમાં જ રહ્યો છે. એક પણ ભવમાં પાપથી જુદો પડ્યો નથી. અઢારે પાપસ્થાનકોને કરનારી આ દુનિયાદારીની ટળી છે તેમાં આપણે સામેલ હતા. તેમાંથી રાજીનામું આપીએ-વિરતિ કરીએ તે જ બચાવ થાય. અવિરિત એટલે પાપથી નિવૃત્તિ ન કરવી તે. બૂરી માન્યતા ખોટી માન્યતા કર્મબંધનું કારણ છે. તેમ પચ્ચકખાણ ન લેવાય તે પણ કર્મબંધનું કારણ છે. ધારો કે અહીં વાઘ આવ્યું હોય તો તે એક બેને જ શિકાર કરશે, સર્વનું ભક્ષણ નહિ કરે. આમ છતાં હિંસક પ્રાણું દેખીને દરેકનું કાળજું ધમધમે. વાઘ આપણું હિંસા કરવા તત્પર થાય, તેમ આપણે પણ હજાર કે લાખે પ્રાણુઓના હિંસકરૂપ વાધ બનીએ છીએ. જેમ સિંહને અંગે કે વાઘને અંગે તેને પંજે ન ચાલે તેવી જગાએ જઈએ તે જ નિર્ભય બનીએ અને ભયકારક પ્રસંગથી છૂટીએ તેનું નામ જ વિરતિ. ભયકારક દશાનું પાણી મેલવું તેનું નામ જ વિરતિ.
અવિરતિ, કષાય એ પણ કર્મબંધનાં કારણે
જેની વિરતિ ન થાય તે સર્વનું પાપ બંધાય. આથી અવિરતિ, એ પણ કર્મબંધનું કારણ છે. માન્યતા સાચી હોય અને સર્વથા પચ્ચક્ખાણ કર્યા હોય તે તે મનુષ્ય બએ ને? તે કહે છે કે ને. હજી ઘણી વાર છે, કારણ કે કષાયકાકો અંદર હોય એટલે કે ધમધમતે હોય, માન ઉપર ચડ્યો હોય, માયામાં આપણને મૂંઝવી નાંખતે હેય. લેભને અંગે સમુદ્રમંથન કરતે હેય. જેમ ચંડકોશિયાની કેધિની સ્થિતિ જોઈને. બાહબળજી બાર માસ અભિમાનમાં