________________
૨૬૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
-
-
બળાત્કાર આદિને હક નથી એ જે સંદેશ માને તેનું નામ સમ્યગ્દર્શન. તેનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન અને તેનું વર્તન તે જ સખ્યદ્યારિત્ર. આથી વળ્યું શું ? તે કહે છે કે “મોક્ષમા” આ ત્રણ વરતુ જ મોક્ષને માર્ગ છે. આત્માને કર્મહિત આનંદમય બનાવો હેય તે આ રસ્તો છે.
- મિથ્યાત્વ કેને કહેવાય? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મારિત્ર આવે કે મેક્ષમાર્ગમાં આ ગણાય અને તે માર્ગ મળે. તેના માર્ગે ન આવ્યા તેથી મેક્ષ નહિ મળે ને? બીજું તે કંઈ નુકસાન નથી ને ? મોક્ષ મળવારૂપ અર્થકાર્યની સિદ્ધિ નહિ થાય એજ ને? મહાનુભાવ ! હજી તું જેના થીઅરી-સિદ્ધાંત સમજ્યો નથી. મોક્ષ ન મળે એટલું જ નહિ પણ આત્મા કર્મથી બંધાય અને લેપાય, તેથી કર્મબંધનાં કારણે જણાવવાં પડે. પ્રાણીઓ પરસ્પરને મારે કે આજ્ઞા કરે, બળાત્કાર કરે, પીડા કરે કે યાવત્ હણે તે તેમને હક છે-છ, સર્વે ભૂત પણ આવી રીતે કરે તે તેમને હક છે–એમ માનવું તેનું નામ મિથ્યાત્વ. જેઓ એ હકને નથી વિચારતા તેનું નામ મિથ્યાત્વ નથી. મારવા વિગેરેને હક છે એવી જે માન્યતા તેનું નામ મિથ્યાત્વ, કોઈ પણ પ્રાણીને કોઈને પણ મારવા વગેરેને હક નથી એવા ઢંઢેરાને ન માને તેનું નામ જ મિથ્યાત્વ છે એમ નથી પણ સંદેશને ન માન તેનું નામ પણ મિથ્યાત્વ છે, વળી હરિભદ્રસૂરિજી કહે છે કે તત્વની શ્રદ્ધા ન થાય તેનું નામ મિથ્યાત્વ છે.
કર્મબંધનું પ્રથમ કારણ મિથ્યાવ કર્મબંધનું પ્રથમ કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તે કર્મબંધનું કારણ કેમ ? સમ્યત્વ નિર્જરાનું કારણ ભલે હેય. સાચી માન્યતા તે આત્માને ગુણ છે કે નહિ? જે તે સાચી માન્યતા આત્માને ગુણ