________________
એકાવનમું ]
અધ્યયન ૪: સમ્યકૃત્વ
૨૫૯
પણ પ્રામાણિક પુરુષની જ બુદ્ધિ, અક્ત વખણાય છે. તેવી જ રીતે જગતમાં વિનય, વિવેકની કિંમત છે પણ તે પ્રામાણિકને અંગે જ, જેઓ બેઈમાન હેય તેઓને વિનય, વિવે. નકામે ગણાય. જગતમાં બુદ્ધિ આદિની સુંદરતા કોને આધીન ? ઉપર કહ્યું તેમ પ્રામાણિક્તાને આધીન. એ સુંદરતા પ્રામાણિક્તાને આભારી છે, ઈમાનદારીને આભારી છે. અપ્રામાણિક પુરુષની બુદ્ધિ, અક્કલ ઇમાનદારી કે સુંદરતા ન ગણાય.
મેક્ષમાર્ગે જવાને નિશ્ચય તે જ સમ્યગ્દર્શન
અહીં એ જ વાત શાસ્ત્રકાર જણાવીને કહે છે કે જે મનુષ્યને આત્મકલ્યાણની, મોક્ષ મેળવવાની, કે પાપને ડર રાખવાની, પુણ્યનું અથીપણું મેળવવાની બુદ્ધિ થઈ નથી તેમજ કર્મબંધ તેડવાની જેઓની બુદ્ધિ થઈ નથી તેવાઓનું વર્તન સુંદર ગણાય નહિ, સુંદર કોને કહેવાય ? જે આત્મા નિર્મળ થવાનાં પગલાં લે, મારે આત્મા મોક્ષરતે જ જોઈએ એવો નિશ્ચય જેને હોય તેનું નામ જ સમ્યગ્દર્શન. તે સમ્યગ્દર્શનવાળા જે હોય તેનું જ્ઞાન તે સદ્દજ્ઞાન, તેનું વર્તન તે જ સમ્યક્યારિત્ર.
આત્માને કર્મ રહિત આનંદમય બનાવવાનો રસ્તે . સમ્યગ્દર્શનનો ઢઢેરે પીટનારું પેલું તમારું સૂત્ર કર્યું હતું ? જગતના સર્વ જીવ, પ્રાણે, ભૂતે કે સર્વે આ હક ન ધારી શકે. કે ? છ તાડન તર્જન કરવા લાયક નથી, મારવા લાયક નથી, તાબેદાર બનાવવા લાયક નથી, આજ્ઞા કરવા લાયક નથી કે પીડા કરવા લાયક નથી. એ જે પાંચ હક્કો કોઈ પણ જીવને અંગે કોઈપણ જીવ ધારણ કરવાને હકદાર નથી. આ મારણ તાડન તર્જન આદિને કઈ જીવને કોઈ પણ જીવ અંગે હક નથી. એવી માન્યતા તે જ સમ્યગ્દર્શન. તે શાસ્ત્રનું જ્ઞાન મેળવે તે મનુષ્ય સમ્યજ્ઞાની કહેવાય, અને આ મનુષ્ય જે વર્તન કરે તે સમ્મચારિત્ર કહેવાય. મારવા,