________________
પચાસમું ] અધ્યયન ૪ઃ સમ્યકત્વ ર૩ જ-લઈને જ જન્મે છે. કોઈ પણ ને કોઈ પણ છવે મારવા વિગેરેને હક નથી. આ સંદેશો કહે કે સમ્યકત્વ કહે તે પ્રથમ ભવથી લઇને જ આવે છે. તે સંજોગોને આધીન કે સ્વાર્થને આધીન નથી પણ ભવાંતરથી સાધેલો, સર્વ જગતના હિતને માટે ધારેલે આ સંદેશે છે.
શંકાના સમાધાન માટે તેનું નિરૂપણુ ,
તે કહે છે તેમાં “ ચંતિ આદિ ચાર શબ્દો કેમ ? માત્ર કહે છે એમ કહેને ? સંદેશે કહેવામાં એ વાત ચોક્સ છે કે જે શ્રોતાના સંદેહનું સમાધાન ન કરે તેનું ફળ ન થાય, તેને અમલ ન થાય. ફળ ત્યારે જ મળે કે જેટલી શંકા થાય તે દરેકનું સમાધાન કરાય. કરવાથી ફાયદ, ન કરવાથી નુકસાન આદિ સર્વ જણાવે ત્યારે જ શ્રોતાઓને તેની અસર થાય અને તેને આધારે તેઓ પ્રવર્તી શકે. ત્યાં સુધી આપેલો સંદેશે કાર્ય કરનાર થાય જ નહિ. ટીકાકાર કહે છે કે- તત્ત્વોનું નિરૂપણ તે આ સંદેહના નિરાકરણ માટે છે અથવા તેની સિદ્ધિ માટે જ છે. તે વિના સંદેહની સિદ્ધિ ન થાય.
જીવતત્વ સાબિત કરવાની જરૂર જે જીવ છે એમ માને તે જ તે અંગે ઉપદેશપણું, શ્રોતાપણું રહે, પણ જીવ જ ન માનવામાં આવે તે પછી મારવાડુિં થાય જ ક્યાંથી ? માટે પ્રથમ જીવ પદાર્થ જ આ ઢંઢેરાને અંગે સાબિત કરવો પડે. તે વિના અધિકારી કે અધિકારનું વર્ણન કરી શકાય નહિ એટલે આજ્ઞા કરનારા અને આજ્ઞા પાળનારા નક્કી ક્યારે થાય ? જીવતત્વ નક્કી કરાય તે જ. જે જીવતત્વ નક્કી ન કરાય તે તેમને તાડનાદિ ન કરવાનો અધિકાર વિગેરે કહેવાનું કંઈ પ્રજન નથી. આથી હવે પ્રથમ વતત્ત્વ સાબિત કરવાની જરૂર છે.
જીવ પદાર્થનું નિરૂપણ એકલું જીવતા સાબિત કરવામાં પરિણામ એ આવે કે ડાંગરના બદલામાં ચેખા આપવા જેવું થાય. અહીં એકલા જીવ