________________
ઓગણપચાસમું ]
અધ્યયન ૪ઃ સમ્યકત્વ
૨૫૧
વ્યસનાદિ કે ક્રોધાદિમાં પ્રવર્તવું તે કર્મબંધનું કારણું છે અને તમે બોલો છો, તે પછી તેમને એમ બોલવામાં વાંધો શો? એ લોકો પણું કર્મબંધના કારણ તરીકે બોલી શકે. પ્રશ્નકારની આવી શંકાના સમાધાનમાં કહે છે કે બોલવામાં વાંધે છે. એક માણસ વિલાયતમાં એમ બેલ્યો કે વિલાયતની બધી સ્ત્રીઓ ખરાબ છે. અહીં મારી “મા” અને એક સ્ત્રી એ સારે છે. માને ખરાબ નથી કહેતે. કેમ? એમ કહે તે જાત વગોવાય. બાયડીને કોઈ ખરાબ કહે તો તે છેડીને ' ચાલી જાય.
ઇતરે કર્મબંધ માને તો લીલા ક્યાંથી કે ? " અહીં મિથ્યાત્વ, અવિરતિ, યોગ અને કર્મબંધ માનવામાં ઈતિરોને અડચણ નથી. તેમને પડદાબીબી તરીકે કામ કરવું છે. એટલે બાયડી સાથે રહે, શસ્ત્રાદિ રાખે તે કહે કે એ તે લીલા છે. અહી ' મિથ્યાત્વાદિથી કર્મબંધ માને તે તેના ભગવાનના ઘરે જે લીલા થયેલી
છે તેને ધક્કો પહેચે. જાદવકુળની લીલા એટલે ગોપીઓની સાથેની જે રમત તેને કર્મબંધ તરીકે માને છે તે લીલા ટકે જ નહિ. જેને સિવાય બીજાએ પરમેશ્વર માન્યા છે એટલે જેણે જગત બનાવ્યું, જન્મ આપ્યો, સુખી કર્યા, પૃથ્વી, પાણી આદિ આપ્યા તેવા પરમેશ્વરને મિથ્યાત્વાદિષ્ટ હોય જ નહિ! હવે તે પરમેશ્વરને મિથ્યાત્વાદિ ન હોય પણ તે સિવાયનાને તે લાગે એમ અહીં જેનશાસનમાં ભાણાનું આંતરું નથી. અહીં તે ચાહે પરમેશ્વર હોય કે જગતને કોઈપણ જીવ હોય તે મિથ્યાત્વી, અવિરત, કષાયી કે યોગવાળો હોય તે તે સર્વ કર્મને બાંધે. જગતમાં આવી રીતને વ્યાપક સિદ્ધાંત જૈનેને જ છે.
ઢઢેરાનું અથથી ઇતિ સુધી નિરૂપણ . તે સિદ્ધાંત ટકે ક્યારે? તે કહે છે કે જીવનું સ્વરૂપ પલટાય * છે અને નથી પણ પલટાતું. એટલે સ્વરૂપે દરેક તત્ત્વનું પરિવર્તન થાય
છે. શુદ્ધનું સત્ત્વ અને અશુદ્ધનું અસત્વ દરેક જીવમાં રહેલ છે.