________________
૨૪૨
શ્રી આચારાંગસૂત્ર [ વ્યાખ્યાન તે મનુષ્યની પર્ષદામાં જાહેર કરે છે. જંગલમાં કે પહાડ ઉપર નહિ.' અઢારે દેશની ભાષામાંથી બનાવેલી અર્ધમાગધી ભાષા
અહીં પર્ષદા ખરી પણ જેમ કેગ્રેસમાં બે મત પડ્યા ત્યારે કીડ-સિદ્ધાંત–ઉપર સહી લેવી પડી કે જેને આની કબૂલાત હોય તે જ સભામાં આવજો ! અહીં પિતાની માન્યતા મુજબની સભા ભરીને બોલાય તે તેની કિંમત ન અંકાય તેમ અહીં દેવો અને મનુષ્ય સર્વ એકઠા થયેલા છે તેથી પર્ષદમાં બેસેલા છે. ગુજરાતી આ વર્ગ ઊભો કરે અને કોઈ નવીન ભાષામાં બોલે છે તેથી લેકો ન સમજે તે પછી તે બેલવાની કિંમત શી ? તો કહે છે કે તેમ નહિ. આ ઢંઢેરાની ભાષા સર્વ જીવોને અવગત છે. અઢારે દેશની ભાષા ભેગી કરીને જે ભાષા બનાવવામાં આવી છે તેવી અર્ધમાગધી ભાષા જે સર્વ દેશવાળા સમજી શકે તેવી ભાષાએ કરીને પ્રભુ બેલે છે. પ્રભુનું વચન સર્વ જીને પસતાની ભાષાપણે પરિણમે
ભલે પ્રભુ અર્ધમાગધી ભાષામાં બેલે. તે ભાષા તે આર્ય દેશવાળાની સમજમાં આવે પણ પ્રભુની પર્ષદામાં એકલા આર્યો જ હતા એમ નહિ. પ્રદેશ રાજા વગેરેની સાથે આવનારી રાણીઓની સાથે આવનારી દાસીઓમાં ચીન, અરબસ્તાન આદિ દેશોની પણ હતી અને તેવીઓ આ ઢઢેરાથી બેનસીબ જ રહેને ? કારણ કે તેમને ભાષાને ખ્યાલ નથી. તેથી તેઓ એમ બેલેને કે અમે ઢઢેરા વખતે ગયા ત્યારે આ બોલાયું નથી ! તે કહે છે કે-ના, પર્ષદામાં જે છે આવેલા છે તે આર્ય છે કે અનાર્ય હે, ચાહે મનુષ્ય છે કે પશુજાનવર છે તે સર્વ જીવોને પ્રભુનું વચન પિતાપિતાની ભાષા પણે પરિ.
મે છે. તે કેમ બને? તે માટે જ અમે કહીએ છીએ કે આ કંઈ સમાધાન ન કહેવાય, કારણ કે જગતની દષ્ટિએ વસ્તુ બનવા પામે તેમ નથી, કારણ કે મનુષ્ય બેલે અને જાનવર સમજે તે કેમ બને ? વાત ખરી. પણ અતિશય કોનું નામ તે સમજે.