________________
બતાલીસમું]
અધ્યયન ૪ઃ સમ્યક્રવ
.૨૦૧
કામ તો તીર્થકર સિવાય બીજા કોઈથી ન જ બને.
તીર્થકરની બે પ્રકારની મોક્ષભૂમિ કલ્પસૂત્રમાં તીર્થકરની મેક્ષભૂમિ બે પ્રકારની કહી છે. પર્યાય મોક્ષભૂમિ અને પરંપરા મોક્ષભૂમિ. પર્યાયમાં એવું છે કે તીર્થકરના કેવળજ્ઞાન પછી અમુક કાળે જ મોક્ષમાર્ગ પ્રવર્તે, અને બીજી અમુક પાટો સુધી મોક્ષમાર્ગ વહેતે રહે. આ વાત મગજમાં લેશું તો આત્માની ઓળખ કરાવવાની યોગ્યતા કે સત્તા માત્ર તીર્થકરોને જ છે એ સમજાઈ જશે અને તેથી જ પ્રભુ વીર જગતને આત્માની ઓળખ આપે છે.
આત્મા એ શી ચીજ છે? હવે એ ઓળખમાં પ્રથમ એ જણાવ્યું કે આ આત્મા તે શરીર, ઈન્દ્રિય, ધનમાલ કે કુટુંબકબીલે ન હોય, એટલે આ સર્વ વાનાં તે આત્મા નથી. આત્મા એ અંદર આવીને રહેલી, ઉત્પન્ન થવાવાળી, ભવચક્રમાં જન્મ લેવાવાળી એવી એક નેખી ચીજ છે. બાહ્ય આત્માથી જુદો પાડી અત્યંતર આત્માને ઓળખાવવાનું કામ આ જિનેશ્વર મહારાજનું છે. ભવભવ ઉત્પન્ન થવાવાળે એક જુદો પદાર્થ
તું છે એટલે મન, ઈદ્રિયે, શરીરાદિથી ભિન્ન પદાર્થ છે. વળી તું કર્મને આધીન છે. એટલે એક ભવથી બીજે ભવે રખડવાવાળો છે. હવે તે કર્મોથી તારે મન અને ઇન્દ્રિયોને આધીન થવાનું થાય છે, તેથી બંધાય છે. હવે ઇકિયેની આધીનતા એટલે અનુકૂળ અને પ્રતિકૂળ એવા ઈનિા વિષયોમાં રાજી થવું કે ઈતિરાજી ધારણ કરવી. એનું નામ જ આધીનતા.
બહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા છે આવી રીતે બહિરાત્માને ત્યાગ ઓળખાવવા છતાં અંતરાત્મા ચીજ શી ? બહિરાત્મા તે મિથ્યાત્વી હોય. જે સમ્યગ્દષ્ટિ હોય તે અંતરાત્મા જ હોય. આપણે આત્મા ત્રણ પ્રકારે લીધા છે.