________________
સુડતાલીસમું ] અધ્યયન ૪: સભ્યત્વ
૨૩૩
કેવલી પણ આવે. અહીં' અણુ જિનનામ કર્મના ફળરૂપ હોવાથી તે પદ પ્રથમ લીધું. આટલા માટે નવપદની અંદર નમા અરિહંતાણું પદ રાખેલ છે. અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન ધરાવનારા અંત કહેવાય છે ને? અહીં ઐશ્વર્યાદિ સહિત એવા અસ્તિત લેવા, અશોકવૃક્ષાદિ સહિત લેવા, રૂઢ અર્થાંમાં ન લેવા.
તીર્થંકરાએ નિરૂપણ કરેલા અધિકારો
અતીતકાળનાં તથા ભવિષ્યકાળના તેમજ વર્તમાનકાળના તી - કરે આ પ્રમાણે જ જણાવે છે. શું જણાવે છે ? કોઈ પણ જીવને કોઈ પણ જીવે મારવા નહિ એ વગેરે પાંચ વસ્તુઓના હક્કની બાબત જણાવી તે જ અધિકારો તીથ કરોએ નિરૂપણ કર્યાં છે તે કેવી રીતે નિરૂપણ કરે છે તે વગેરે આગળ કહેવામાં આવશે.
ન્યાખ્યાન ૪૭
સંસારચક્રના ભ્રમણની આપત્તિ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચોથા અધ્યયનની વ્યાખ્યા કરતાં થકા આગળ જણાવી ગયા કે–ભગવાન જિનેશ્વર મહારાજાએ માક્ષમાર્ગ બતાવતાં ભવ્ય જીવોને આપત્તિનું નિવારણ અને સંપત્તિની પ્રાપ્તિ એ એ વસ્તુ જણાવે છે. તેમાં તે મોટામાં મોટી આપત્તિ કઇ ? તો કહે છે કે સસારચક્રનું ભ્રમણ. કારણ કે એના ઉપર કાઇથી પણ કબજો મેળવી શકાતો નથી. ચાહે ચક્રવતી હોય, વાસુદેવ કે ખળદેવ ય પ સંસારચક્રના ભ્રમણ ઉપર તેનાથી કબજો મેળવી શકાતા નથી. એ ભ્રમણ બંધ કરવાની તાકાત કોઈનામાં નથી. મરણુ સૌને લાગેલ છે. સંસારચક્રમાં ભગવાવાળાને જન્મ અને મરણ લાગેલા છે તેથી રોગ, શાક, વ્યાધિ તે ઉપાધિ પણ લાગેલી જ છે. કેાઈથી ન વારી શકાય