________________
સુડતાલીશમું | અધ્યયને ૪ સભ્યત્વ ૩૭ બલાત્કાર કરે, હુકમ કરે, પીડા કરે કે તને મારી નાંખે, આ સર્વ પૈકી કંઈ તને સારું નથી લાગતું તે તે કસોટી મૂકીને તું વિચાર કર, કે જે ધર્મ એમ કહેતા હોય કે ચૌદ રાજલકમાં રહેલા સર્વ જેમાં પૃથ્વી આદિ પાંચ સ્થાવર, બેઈન્દ્રિયાદિ ત્રસ તેમજ પનિયાદિ છે જે કોઈ હોય તેમને હણવાને કોઇને હક નથી તેમ તેમને પીડા કરવાને, મારવાનું કે તેમના પર બળાત્કાર કરવાને કોઈને હક નથી, આ ઢંઢેરો ચૌદ રાજલોમાં જેઓ એક સરખો કબૂલ રાખે તેનું નામ જ સમ્પર્શની. સમ્યગ્દર્શનને અંગે કંઈ તિલકાદિ કહેવા નથી માગતા.
હિંસાના ત્યાગરૂપ સમ્યગ્દર્શન આ માટે સૂત્રકારે જણાવ્યું કે ભૂતમાં જે થાય, વર્તમાનમાં જે વિચારે છે અને ભવિષ્યમાં જે વિચરશે તે સર્વ તીર્થકરો આ સમ્યકત્વને જણાવનારા છે. કયા સમ્યફ વને? તે કહે છે કે હણવાને, તાબે કરવાને, બળાત્કારને, હુકમને કે મારવાને હક કોઈ પણ જીવના અંગે કોઈને પણ નથી. અહીં આ ઉપદેશ દેનારા સાધુઓ નદી ઉતરીને અસંખ્યાતા અવની વિરાધના પણ કરે છે તે કેમ ? વળી ટેકરો ઊતરતાં કદાચ વૃક્ષની ડાળને પણ પકડે છે તેનું શું ? મહાનુભાવ, વાત સમજ. અહીં હકની વાત થાય છે અને તમે લઈ જાઓ છે ક્ષિાની વાતમાં. ક્રિયામાં આપત્તિધર્મને સ્થાન છે. હકમાં. તે આપત્તિધર્મનું સ્થાન નથી. જેમ ડોકટર હાથ પગનું ઓપરેશન શસ્ત્રક્રિયા કરે તેથી તે જગતને કાપવા તૈયાર નથી થયા. હક તો સાજા કરવાને રાખેલ છે. પ્રયત્ન પણ તેવા છે છતાં અંગ સડે છે,. બીજાને નુકસાન કરે છે ત્યારે કાપવું પડે છે એમ કહે છે. અહીં કાપવું પડે છે એ જુદી વાત છે અને કાપવાનો હક છે એ જુદી ચીજ છે. એ શિરજોરી કહેવાય. કાપવું પડે છે તે આપત્તિધર્મ. ગણાય. સાધુને સંયમ નિર્વાહ કર પડે છે અને તેથી નદી