________________
૨૩૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આવેલું ચખાપણું તે દર્શનના ઘરનું આવેલું છે, માટે તે ભાડૂતી છે. અનંતીવાર ઓધા મુહપત્તિ કર્યા છતાં મોક્ષ કેમ નહિ ? અનંતી વખત દેશ પૂર્વ સુધી ભણી ગયા છતાં મીંડું, તેમજ નવચૈવેયકે પહોંચી શકાય તેવું ઉચ્ચ ચારિત્ર પાળ્યું છતાં મીંડું કેમ ? કહે કે તે જ્ઞાન અને ચારિત્ર સમ્યગ્દર્શન વિનાના હતા તેથી તે જ્ઞાન ચરિત્ર ગણાયા. જ નહિ, માટે ચોથા અધ્યયનમાં સમ્યગદર્શનને અધિકાર લીધે. પ્રથમમાં ભટકવાને, બીજામાં મન ઇકિયને અને ત્રીજામાં રાજી ઇતિરાને લીધે. સારું કહેવું તેમાં નહિ, પણ સારું થયું તેમાં નવાઈ છે. ' , ચોથામાં સમ્યગ્દર્શન શી ચીજ છે? જેને માત્ર તેને પોકારે છે. બીજા મતવાળાઓ પણ પિતાના દર્શનને મિથ્યા માનવાને તૈયાર જ નથી. પોતાનું દર્શન સમ્યફ અને ઈતરનું મિથ્યા એમ તમે બેલો તે માનવા તૈયાર નથી. પિતાની “મા”ને સર્વ કોઈ સારી જ કહે, તેમ સર્વ મતવાળાઓ પિપિતાના દર્શનને સારા કહે તેમાં નવાઈ નથી, પરંતુ સારું હોવું તેમાં નવાઈ છે. સારે હોય શામાં ? અને તે થાય શી રીતે ? તે કહે છે કે-તે માટે એક જ રસ્તો છે. સમ્યગૂદર્શને. કોનું નામ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને જે માનીએ તે સમ્યગૂર્શન વળી નવ તત્ત્વને માનીએ તે સમ્પર્શન. શુદ્ધ દેવ જન્મથી કપાળે તિલક સાથે અવતરતા નથી. કુદેવને કંઈ શિંગડા હોતા નથી. તેવી જ રીતે ગુરુમાં સમજી લે. બીજાના કુદેવ, કુગુરુ કેમ? વાત ખરી. દરેક મનુષ્ય પોતાના સોનાને સો ટચનું સોનું કહેવા માગે, પણ કસોટીએ મૂકે તે તેમાં કોઈને બેસવાનું રહે જ નહિ. આપે આપ સી કોઈને નિર્ણય થાય. : ' સુવર્ણની જેમ આત્માની કટી - જેમ સેનાના નિર્ણય માટે વગર પક્ષપાત સિદ્ધાંત કરાવવાવાળી કસોટી છે, તેમ તને તારા આત્માની કસોટીએ ઉતારીએ. તને કોઈ મારે તો તે તેને સારું લાગે છે? તારા પર કોઈ