________________
૨૨
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ધન, શરીર, કુટુંબાદિને “હું' તરીકે ગણનાર હોય તે બહિરાભ, ભભવ ઉત્પન્ન થવાવાળો “હું' છું, આવી રીતે જે ગણે તે અંતરાત્માં. હવે અહીં અંતરાત્માવાળો જે છે તે લે શું? વેપારી જેમ કોથળી છેડે ત્યારે અંદર શું છે તે ગણું લે. તેવી રીતે અંતરાત્મા થવાવાળો આત્મામાં શું છે તે તપાસે. હવે અહીં આ આત્મામાં ત્રણ રત્નભંડારો છે. એક સમ્યગ્દર્શનરૂપી, બીજે સમ્યજ્ઞાનરૂપી અને ત્રીજે સમ્યફચારિત્રરૂપી ભંડાર છે. આ ત્રણ રત્નના ભંડારોને ખ્યાલ ન આવે ત્યાં સુધી આત્માનો ખ્યાલ ન જ આવે.
પારસમણિ જે સમ્યગ્દર્શનરૂપી રત્નભંડાર " હવે સમ્યગ્દર્શનરૂપી રત્નભંડાર તે પારસમણિ જેવો છે. પારસમણિ પોતે સુંદર રહે અને બીજાને તેવા કરે. તેવી જ તાકાત સમ્યગ્દર્શનમાં છે એટલે પિતે સુંદર રહે અને બીજાને સુંદર બનાવે. જ્ઞાન અને ચારિત્રને સમ્યગ્દર્શન સુંદર બનાવે છે. જ્ઞાન કે ચારિત્રમાં એવી તાકાત નથી કે પોતે સુંદર રહે અને બીજાને સુંદર બનાવે. આ સમ્યગદર્શનમાં એવી તાકાત છે કે તે અજ્ઞાનને જ્ઞાન બનાવે, અવિરતિને વિરતિ બનાવે. હવે તે સમ્યક્શન ચીજ શી ? તેનું રૂપ, રંગ, ગંધ કંઈ છે કે નહિ ? તે રૂપ કે આકારવાળી ચીજ નથી. અરે, એમાં ગંધાદિ પણ નથી, તે વળી એ વસ્તુ શી હશે ? જગતમાં વસ્તુ તે જ મનાય કે જેને આકાર, રૂપ, રસ, ગધાદિ હોય અહીં સમ્યગ્દર્શનને તેમાંનું એકે નથી પછી માનવા શી રીતે ? હવે અહીં તારામાં અક્કલ જેવી ચીજ છે કે નહી ? જે અલ જેવી ચીજ માનતે હેાય તે પછી તેને રંગ,રૂપ, આકાર બોલ! હવે જો તું અક્કલના આકાર, રૂપાદિ નહિ બોલે તે પછી અક્સને મનાવીશ કઈ રીતે ? શોક એ ચીજ છે કે નહિ ? સુખ–દુઃખ છે કે નહી ? તેનું રૂપ, આકાર કે રંગ ક્યાં ? તે પછી કહે કે જડ ચીજો, પદ્કગલિક ચીજો રૂપ, રંગ કે આકારાદિવાળી હેય, પણ અહીં અરૂપી