________________
૨૧૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કહે છે તે હું કહું છું એટલાથી જ ચાલત. છતાં “સંત” શબ્દ મૂકીને કામ શું? તીર્થંકરના વચનથી તત્ત્વને માનનારે તત્વને સંપૂર્ણ સત્ય અને નિશંકપણે માને એમ જણાવ્યું છે, તેવી જ રીતે બીજા પ્રકારે કહે છે કે જૈન દર્શનકારે જેમ પિતાને અનુસરનારાઓને ઉપદેશ આપે છે તેવી જ રીતે દરેક મતવાળા અહિંસાદિ પાંચ વસ્તુઓ પવિત્ર તરીકે કહે જ છે. ખુદ હરિભદ્રસૂરિજી જણાવે છે કે દરેક મતવાળાને એ કહેવું પડે છે કે હિંસા, જાડ, ચેરી, સ્ત્રી અને પરિગ્રહ તે પાપરૂ૫ છે, છોડવા લાયક જ છે. આમ દરેક મતવાળા બોલે છે ખરા. પણ ફરક કયાં ? તે કહે છે કે જગતમાં કષની શુદ્ધિવેળા સર્વ ધર્મો હેય તે સર્વમાન્ય. સાચા સુવર્ણની કપ, છેદ તેમજ અગ્નિથી પરીક્ષા
જેમ સુવર્ણની પરીક્ષા માટે કરાટી ઉપર કષ આવે તે જ તેને સુવર્ણ માને. પિત્તળ કે ત્રાંબા ઉપર સુવર્ણ હોય એટલે બનાવટી દાગીના ઉપર કષ લાવવા સુવણું જોઈએ. તેમ દરેક મતવાળાને કણ પૂરતે તે ધર્મ રાખવો જ પડે. કલરૂપ પદાર્થમાં જ્યાં છીણું. મૂકવામાં આવે તે મઢેલા કે રસેલા હોય તે ન ટકે. નક્કર હોય તે જ છીણી લાગતાં સુવર્ણરૂપે ટકી શકે. રસેલા કે મઢેલા સુવર્ણ કષમાં ટકે પણ છીણીમાં ન ટકે. ઈતર મતકારો તે કપમાં નીકળી જાય પણ કેટલાક મતે તમારા જ સંસર્ગમાં રહેલા હેય. જેમ નિદ્દનવો તે કષમાં ચોખ્ખા નીકળશે, છેદમાં જાઓ તે આચાર પણ એ જ બેલશે. મહાવ્રતના આચારો કે સાધને પણ તે જ બલવાના. જમાલિ કે ગૌશાળા સરખા કષ કે છેદમાં નાપાસ નથી જ થવાના એટલે તેવાઓમાં ફરક ક્યાં પડવાનો ? તે કહે છે કે–તત્ત્વવાદમાં ફરક પડે. અગ્નિમાં નાંખવામાં આવે ત્યારે તે સેનાની લગડી જ ટકે પણ રસેલું, મઢેલું કે ભેળસેળવાળું પણ સુવર્ણ ન જ ટકે. ચેખે ખું હોય તે જ રહે. ખરેખરૂં સુવર્ણ જ ભઠ્ઠીમાં રહે