________________
૨૧૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે કે તીર્થકરના વચને પામીને જે કહેનારે અને બીજી બાજુ બાર અંગને કહેનારે અને ત્રણ અધ્યયને કહીને કહેનારો તે જ હું. અહીં ગૌતમસ્વામીજી શિમાં પિતાના વર્તાવ દ્વારા છાપ તે એવી પાડી ચૂક્યા છે, છતાં શબ્દથી પિતે તે એમ કહીને કામ શું ? અને તેથી તેની ટીકા ન પણ કરીએ એમ ટીકાકાર કહે છે, કારણ કે ખુદ પ્રભુ વીરથી પ્રતિબોધ પામેલા આ ગીતમસ્વામીજી છે.
સમ્યકત્વ પ્રાપ્તિરૂપ તત્વ જણાવનાર તત શબ્દ
તેથી અહીં ફરે ને અર્થ તત્ શબ્દમાં છે. અહીં તત શબ્દને અર્થ તે કરે. અહીં જ શબ્દથી ગૌતમસ્વામીજીને સંબંધ નથી. ક્ષણિકવાદનો પણ સંબંધ નથી કારણ શ્રદ્ધાને અંગે જે આ શબ્દ હોય તે દરેક અધ્યયનમાં તે હવે જોઈએ. ક્ષણિકવાદને અંગે આ તે શબ્દ હોય તે બીજો અધ્યયનમાં તે શબ્દ કેમ ન બેલ્યા? આથી ગૌતમસ્વામીજીના સ્વરૂપના માટે કે ક્ષણિકવાદના ખંડનને માટે તે સૈ શબ્દ છે એમ મનાય નહિ, તે પછી તે શબ્દ કોના માટે? તત શબ્દ નપુંસકલિંગવાળે અહીં છે તે વાત” હું કહું છું. અહીં તે વાત એટલે જે. વાત. એટલે કઈ ? તે કહે છે કે–હે મહાનુભાવ! જે પદાર્થની માન્યતા કરવાથી સમ્યક્ત થાય તે પદાર્થ તત્ત્વરૂપ છે તેને જ હું કહું છું. અહીં યત અને તત શબ્દનો પરસ્પર સંબંધ છે. દુનિયામાં જે ડાહ્યો તે કામકરે અને જે કામકર દે. તે ડાહ્યો. આથી અહીં જે તે શબ્દો પરસ્પર સંબંધવાળા છે. અહીં તે વાત કહું છું. એમાં તે કઈ ? તેના અંગે જણાવ્યું કેજે તત્ત્વની શ્રદ્ધા કરવાથી સમ્યકત્વ થાય તે જ વસ્તુ કહું છું. અહીં છેવટે તત શબ્દ સ્વરૂપ માટે, ક્ષણિકવાદ માટે ન રહ્યો પણ સમ્યકત્વના કારણરૂપ જે બને તે તત્ત્વને જણાવનાર આ તત શબ્દ છે.
સર્વકાળના તીર્થકરોની એક સરખી પ્રરૂપણ - હવે જેને માનવાથી સમ્યફત થાય તેવી વસ્તુ કહો છે, પણ આ વાક્યથી જૈન શાસનને આ પાયો માર્યો જાય છે, પાપન