________________
પિસ્તાલીસમું અધ્યયન કઃ સમ્યત્વ રર. નથી. જેમ પદાર્થ અનાદિ છે તેમ જ્ઞાન પણ અનાદિ જાણવાવાળું છે. જેમ પદાર્થ અનંતા છે તેમ કેવલજ્ઞાન પણ અનંતતાને જાણવાવાળું છે તેમાં લેશ માત્ર ફરક જ નથી. એક એક સમય વર્તમાન બનેલ હેય તે જ અતીત કહેવાય. જે વર્તમાનપાને પામશે તે અનાગત. એમ વર્તમાન ઉપર અતીતને અને ભવિષાને આધાર, ને વર્તમાનપણું તે આદિ ને અંતવાળું છે તેમ ચાલુ સમય પણ આદિ ને અંતવાળો છે જે વર્તમાન કાળના સમયમાં આદિ ને અંતવાળી વસ્તુ છે તેનાથી ભવિષ્યનો અને તે કાળ બન્યો શી રીતે ? અને અતીતકાળ બન્યો શી રીતે? જે વર્તમાનપણું વહ્યું, અનાદિકાળથી વત્યુ—પછી ભલે તે આદિ ને અંતવાળું હોય છતાં તે વર્તમાનપણું વત્યું અને પ્રવય". અનાદિકાળથી પ્રવર્તે છે અને અનાદિકાળ પ્રવર્તશે તેથી ભવિષ્યકાળને તેમજ અતીતકાળને અનંત કહેવાય છે.
કાળનું અનાદિ-અનંતપણું જેઓ કાળને અનાદિ ન માને તેને માથે જવાબદારી છે. ઈશ્વરને, જીવને તે અનાદિ માવા જોઈએ ને ? ઇશ્વર અને જીવ તારેય નવા થયા નથી માનવા, તેથી અનાદિ માનવા જોઈએ. પ્રાભાવને અવાદિ માને છે. પ્રધ્વસને અનંત માને છે. આ બે શબ્દો સૂચક જ છે. અહીં તીર્થંકરનું અનાદિપણું બતાવવા માટે ઈશ્વરને અનાદિ તથા" ધર્મને અનાદિ માનવામાં ના પાડશે પણ કાલને અનાદિપણું માનવામાં કોઈપણ ના પાડી શકે તેમ નથી, ચાહે તે તૈયાયિક હોય, નાસ્તિક હેય કે ગમે તે હોય, તેમણે કાળને તે અનાદિ માનવો જ પડશે.' દરેક મતવાળા કાળને અનંત માને છે, અને ભવિષ્ય અનંતો માને છે તેવી રીતે ભવિષ્યમાં થવાવાળા તીર્થકરો પણ અનંતા માનવા પડશે, તેમ અનંતા તીર્થકરે અતીતકાળમાં થઈ ગયા તે પણ માનવું પડશે.
વર્તમાનકાળ અનંત કેમ નહિ ? પૃથ્વી, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચ